Fri,26 April 2024,8:12 pm
Print
header

લોકસભા- રાજ્યસભામાં જોરદાર હંગામો, ભાજપે કહ્યું રાહુલે લંડનમાં જઇને દેશને બદનામ કર્યો- Gujarat Post

લોકસભા, રાજ્યસભા બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત

નવી દિલ્હીઃ સંસદના બજેટ સત્રનો બીજો તબક્કો આજથી શરૂ થયો છે. બજેટ સત્રનો બીજો તબક્કો 6 એપ્રિલ સુધી ચાલશે, જેમાં 17 બેઠકો થશે. સોમવારે પીએમ નરેન્દ્ર મોદીએ સંસદની કાર્યવાહી ચલાવવા માટે મંત્રીઓ સાથે બેઠક યોજી હતી. બીજી બાજુ કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેએ વિપક્ષની વ્યૂહરચના તૈયાર કરવા માટે અન્ય વિપક્ષી પક્ષો સાથે ચર્ચાઓ કરી હતી. બીજી તરફ રાહુલ ગાંધીએ લંડનમાં આપેલા નિવેદનોને લઈને ગૃહમાં ભાજપ સાંસદોએ હોબાળો કર્યો હતો.

કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથ સિંહે લોકસભામાં રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યાં હતા. તેમણે કહ્યું કે રાહુલ ગાંધી ગૃહના વરિષ્ઠ નેતા છે. તેઓએ વિદેશી ધરતી પર જઇને ભારતનું અપમાન કર્યું છે. તેમણે સંસદમાં આવીને માફી માંગવી જોઈએ. તેમના નિવેદન બાદ વિપક્ષે પણ ગૃહમાં હંગામો મચાવ્યો હતો. આ પછી ગૃહની કાર્યવાહી બે વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી.

રાજ્યસભામાં પિયુષ ગોયલે કહ્યું, રાહુલ ગાંધીએ દેશ અને ગૃહની માફી માંગવી જોઈએ. રાહુલે દેશની સેના, પ્રેસ અને લોકશાહી પર આરોપ લગાવ્યાં છે, વિદેશની ધરતી પર રાહુલે ન્યાયતંત્ર, સરકારી એજન્સીઓને બદનમામ કર્યાં છે. ઈમરજન્સી લાગી ત્યારે લોકશાહી ખતરામાં હતી. તે આ નેતાઓને નથી દેખાતુ.

રાહુલ ગાંધીએ તાજેતરમાં કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં MBA ના  વિદ્યાર્થીઓને સંબોધિત કરતી વખતે ભારત સરકાર પર આકરા પ્રહાર કર્યાં હતા. રાહુલે મોદી સરકારને ઘેરીને કહ્યું હતુ કે તેમની જાસૂસી કરવામાં આવી રહી છે. ભારતમાં લોકશાહી સાથે રમત રમાઈ રહી હોવાના આરોપ લગાવ્યાં હતા. રાહુલ ગાંધીના સંબોધનનો વિષય હતો 'લર્નિંગ ટુ લિસન ઇન ધ 21મી સદી'. આ દરમિયાન, તેમણે કહ્યું, આપણે એવી દુનિયાનું નિર્માણ થતું જોઈ શકતા નથી જે લોકતાંત્રિક મૂલ્યો સાથે જોડાયેલું નથી. 

કેમ્બ્રિજમાં બિઝનેસ સ્કૂલના વિદ્યાર્થીઓને સંબોધતા રાહુલ ગાંધીએ કહ્યું, 'ભારતમાં મીડિયા અને ન્યાયતંત્ર નિયંત્રણમાં આવી ગયા છે. મારા ફોનમાં પેગાસસ સોફ્ટવેર હતું, જેના દ્વારા મારી જાસૂસી કરવામાં આવી હતી. ઈન્ટેલિજન્સ અધિકારીઓએ મને કહ્યું કે તમારો ફોન રેકોર્ડ થઈ રહ્યો છે. વિપક્ષના અનેક નેતાઓ સામે ખોટા કેસ દાખલ કરવામાં આવ્યાં છે. 

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch