Sat,27 April 2024,4:22 pm
Print
header

લોકસભા ચૂંટણીઃ ગુજરાતમાંથી આ બે સાંસદોની ટિકિટ કન્ફર્મ, માંડવિયાને લઈને સસ્પેન્સ- Gujarat Post

(file photo)

26માંથી 18 થી વધુ સાંસદોની કપાઈ શકે છે ટિકિટ

6 મહિલાઓને પણ ભાજપ મેદાનમાં ઉતારી શકે છે

અમદાવાદ પૂર્વ બેઠક પરથી ગોરધન ઝડફીયા, પ્રદિપસિંહ જાડેજાએ દાવેદારી નોંધાવી

અમદાવાદ પશ્ચિમથી ગુજરાતી ફિલ્મના સુપર સ્ટાર હિતુ કનોડીયા, અરવિંદ વેગડાની દાવેદારી

ગાંધીનગરઃ લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં માત્ર બે બેઠકોને બાદ કરતાં તમામ 24 બેઠકો પર ઉમેદવારોનો રાફડો ફાટ્યો હતો. ગઈકાલે મોડી સાંજે મુખ્યમંત્રી નિવાસ સ્થાને મળેલી ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકમાં ત્રણ દાવેદારોની પેનલ તૈયાર કરીને હાઇકમાન્ડને મોકલી આપવામાં આવી હતી.

સેન્સ પ્રક્રિયા દરમિયાન ગાંધીનગર અને નવસારી બેઠક પર કોઈ ઉમેદવારોએ દાવેદારી નોંધાવી હતી. ગાંધીનગર બેઠક પરથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાંસદ છે, જ્યારે નવસારી બેઠક પરથી ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સાંસદ છે. આમ ગુજરાતની આ બંને બેઠક પરથી તેમની લોકસભા ટિકિટ ફાઈનલ જેવી છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા કઈ સીટ પરથી લોકસભા ચૂંટણી લડશે તેને લઈને સસ્પેન્સ છે. સૂત્રોનાં મતે માંડવિયાને પોરબંદરથી લોકસભા ટિકિટ આપવામાં આવી શકે છે, જ્યારે કેટલાક લોકો તેઓ ભાવનગર કે અમરેલીથી લડશે તેમ પણ કહી રહ્યાં છે. થોડા દિવસ પહેલા મોદીના રાજકોટ કાર્યક્રમ સમયે માંડવિયાને ક્યાંથી લડશો તેવો પ્રશ્ન મીડિયા દ્વારા પૂછવામાં આવ્યો હતો તેના જવાબમાં તેમણે બે હાથ જોડી નમસ્કાર અને સ્મિત કરી કંઈ બોલવાનું ટાળ્યું હતું. તેઓની રાજ્યસભાની ટર્મ પુરી થતા હવે તેમને લોકસભા લડાવવામાં આવી શકે છે.

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch