Sun,05 May 2024,2:19 am
Print
header

લોકસભા ચૂંટણીઃ બનાસકાંઠામાં ગેનીબેનના મામેરા રૂપી મત માંગવા પર ભાજપે કર્યો કટાક્ષ- Gujarat Post

બનાસકાંઠામાં ભાજપે રેખાબેન ચૌધરીને ઉમેદવાર બનાવ્યાં છે

કોંગ્રેસે ગેનીબેન ઠાકોરને આ સીટ પરથી મેદાનમાં ઉતાર્યા છે

ગેનીબેન મામેરાને લઈ મત માંગી રહ્યાં છે

બનાસકાંઠાઃ લોકસભા ચૂંટણીની તારીખ જાહેર થતાં જ ધીમે ધીમે ચૂંટણી જંગ જામી રહ્યો છે. બનાસકાંઠાથી કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે થોડા દિવસ પહેલા તેમના પ્રચારમાં કહ્યું હતું કે, કોતરવાડા ગામ એ મારું સાસરિયું છે એટલે મારો વારસાઈ હક છે. દિયોદર તાલુકાને જેટલું આપવું હોય એટલું આપે અને હું મામેરા રૂપે કાયદેસર રીતે હક્ક માગુ છું. ઉપરાંત દિયોદર તાલુકા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લાના ભાઈઓને કહ્યું કે, ભાઈઓ અધુરું મામેરુ પૂરું કરો.તમારી બહેનને આ ચૂંટણીમાં જીતાડી મામેરુ પૂરુ કરો અને બનાસકાંઠા જિલ્લાનું ગૌરવ વધારો.  

ગેનીબેનના મામેરા પ્રચાર પર વાવમાં ભાજપના નેતા રતનજીએ કટાક્ષ પણ કર્યો. તેમણે કહ્યું મામેરું એક જ વખત હોય વારંવાર નહીં. જે બાદ બનાસકાંઠા જિલ્લામાં કોણ કોનું મામેરું ભરશે તેવો પ્રશ્ન ચર્ચાઈ રહ્યો છે. ગુજરાતમાં લોકસભા ચૂંટણી ત્રીજા તબક્કા અંતર્ગત યોજાશે. રાજ્યની તમામ 26 સીટ માટે 7 મેના રોજ મતદાન થશે અને 4 જૂનના રોજ પરિણામ જાહેર થશે.

કોંગ્રેસના ધારાસભ્ય ગીનેબેનની સામે ભાજપના રેખાબેન ચૌધરી મેદાને છે, બંને નેતાઓ પ્રચારમાં લાગી ગયા છે, હવે જોવું રહ્યું પ્રજા ચૂંટણીમાં કોણે મતો આપીને વિજયી બનાવે છે.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch