Sat,04 May 2024,10:33 pm
Print
header

ભરૂચ બેઠક કોંગ્રેસે આમ આદમી પાર્ટીને આપી દીધી, સ્વ.અહેમદ પટેલના પરિવારની લોકસભાની દાવેદારી ખતમ- Gujarat Post

લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં કોંગ્રેસ 24 અને આમ આદમી પાર્ટી 2 સીટો પર લડશે ચૂંટણી

ભરુચ અને ભાવનગર બેઠક આપને મળી

કોંગ્રેસ ચંદીગઢની એક સીટ પર ચૂંટણી લડશે

કોંગ્રેસ ગોવામાં બંને સીટો પર ચૂંટણી લડશે

નવી દિલ્હીઃ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ આગામી લોકસભા ચૂંટણી 2024 માટે બેઠકોની વહેંચણીની જાહેરાત કરી દીધી છે. કોંગ્રેસના મહાસચિવ મુકુલ વાસનિકે આ માહિતી આપી છે, જેમાં સૌથી વધારે ચર્ચાસ્પદ ભરૂચ બેઠક કોંગ્રેસે આમ આદમી પાર્ટીને આપી દીધી છે, અહીંથી આપે ચૈતર વસાવાને લોકસભાના ઉમેદવાર બનાવ્યાં છે. જ્યારે સ્વ.અહેમદ પટેલના પુત્ર અને કોંગ્રેસ નેતા ફૈઝલ પટેલ પહેલાથી જ કોંગ્રેસના આ નિર્ણયના વિરોધમાં હતા, હવે ફૈઝલ અને તેમના બહેન મુમતાઝ કોંગ્રેસથી વધુ નારાજ થઇ ગયા છે, મુમતાઝે ટ્વીટ કરીને નારાજગી દર્શાવી છે. હવે તેઓ શું રણનીતિ અપનાવશે તેના પર સૌ કોઇની નજર છે. સાથે જ ભાવનગર બેઠક પર આપને મળી છે.

અન્ય રાજ્યોમાં બેઠકોની વહેંચણી

દિલ્હી લોકસભામાં 7 સીટો છે. જેમાંથી આમ આદમી પાર્ટી ચાર બેઠકો પર ચૂંટણી લડશે. નવી દિલ્હી, પશ્ચિમ દિલ્હી, દક્ષિણ દિલ્હી અને પૂર્વ દિલ્હીમાં આપને બેઠકો અપાઇ છે.

જ્યારે કોંગ્રેસ ત્રણ બેઠકો પર ચૂંટણી લડશે. જેમાં ચાંદની ચોક, નોર્થ ઈસ્ટ અને નોર્થ વેસ્ટનો સમાવેશ થાય છે. સાથે જ  હરિયાણા અને ગોવામાં કોંગ્રેસ અને AAP વચ્ચે બેઠકોની વહેંચણીની જાહેરાત કરવામાં આવી છે.

જો કે પંજાબ અને ચંદીગઢમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન નથી. બંને પક્ષો અલગ-અલગ ચૂંટણી લડશે હરિયાણામાં કોંગ્રેસ નવ બેઠકો પર અને AAP એક બેઠક પર ચૂંટણી લડશે.

આ રીતે બેઠકોની વહેંચણી કરવામાં આવી

ગુજરાત (26 બેઠકો): કોંગ્રેસ 24 અને AAP 2 (ભરૂચ અને ભાવનગરમાં) ચૂંટણી લડશે.

દિલ્હી (7 સીટો): કોંગ્રેસ 3 અને AAP 4 પર ચૂંટણી લડશે

હરિયાણા (10 બેઠકો): કોંગ્રેસ 9 અને AAP 1 (કુરુક્ષેત્ર) પર ચૂંટણી લડશે.

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch