Sat,27 July 2024,3:18 pm
Print
header

પશ્ચિમ બંગાળમાં મતદાન દરમિયાન તોફાન થયા, ટોળાએ EVM અને VVPAT મશીનો તળાવમાં ફેંકી દીધા

કોલકત્તાઃ લોકસભા ચૂંટણીના સાતમા અને છેલ્લા તબક્કા અંતર્ગત શનિવારે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે. સાતમા તબક્કામાં સાત રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની 57 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વારાણસી સીટ પણ સામેલ છે. આજે જે બેઠકો પર મતદાન થઈ રહ્યું છે તેમાં પંજાબ અને યુપીની 13-13 બેઠકો, પશ્ચિમ બંગાળની 9 બેઠકો, બિહારની 8 બેઠકો, ઓડિશાની 6 બેઠકો, હિમાચલ પ્રદેશની 4 બેઠકો, ઝારખંડની 3 બેઠકો અને ચંદીગઢની એક બેઠકનો સમાવેશ થાય છે .

પશ્ચિમ બંગાળમાં તોફાનીઓએ EVM અને VVPATને પાણીમાં ફેંકી દીધા

પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણાના કુલતાઈમાં બૂથ નંબર 40, 41 પર ટોળા દ્વારા EVM અને VVPAT મશીનોને પાણીમાં ફેંકવામાં આવ્યાં હતા. મળેલી માહિતી અનુસાર ટીએમસી સમર્થકો દ્વારા મતદારોને ધમકી આપવામાં આવી હતી, તેનાથી રોષે ભરાયેલા ટોળાએ ઈવીએમ તળાવમાં ફેંકી દીધા હતા.

4 જૂનનો સૂર્ય દેશમાં નવી સવાર લાવવા જઈ રહ્યો છેઃ રાહુલ ગાંધી

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ X પર એક પોસ્ટમાં લખ્યું, પ્રિય દેશવાસીઓ ! આજે મતદાનનો સાતમો અને અંતિમ તબક્કો છે. અત્યાર સુધીના વલણો પરથી સ્પષ્ટ છે કે દેશમાં INDIAની સરકાર બનવા જઈ રહી છે. મને ગર્વ છે કે કાળઝાળ ગરમીમાં પણ તમે લોકશાહી અને બંધારણની રક્ષા માટે મતદાન કરવા બહાર આવ્યા છો. આજે પણ મોટી સંખ્યામાં બહાર આવો અને અહંકાર અને અત્યાચારનું પ્રતિક બની ગયેલી આ સરકાર સામે તમારા મતથી અંતિમ પ્રહાર કરો. 4 જૂનનો સૂર્ય દેશમાં એક નવી સવાર લાવવા જઈ રહ્યો છે.

બેલગાચિયામાં મતદાન કેન્દ્ર પર પોતાનો મત આપ્યાં બાદ ભાજપના નેતા મિથુન ચક્રવર્તીએ કહ્યું, હું ભાજપનો કેડર છું, મેં મારી ફરજ બજાવી છે.

લાલુ યાદવે પત્ની રાબડી અને પુત્રી રોહિણી સાથે પટનામાં મતદાન કર્યું

આરજેડીના વડા લાલુ પ્રસાદ યાદવ, રાબડી દેવી અને તેમની પુત્રી અને સારણ લોકસભા સીટથી પાર્ટીના ઉમેદવાર રોહિણી આચાર્ય પટનામાં મતદાન કરવા માટે મતદાન કર્યું હતું.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch