Fri,26 April 2024,11:23 am
Print
header

પશ્ચિમ બંગાળમાં રવિવારથી 15 દિવસનું સંપૂર્ણ લોકડાઉન, ફક્ત આવશ્યક સેવાઓ જ રહેશે ચાલુ

પશ્ચિમ બંગાળઃ રાજ્યમાં કોરોના સંક્રમણના વધતા જતા કેસના પગલે આગામી 15 દિવસ માટે કડક લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. આ લોકડાઉન આવતીકાલે એટલે કે 16 મેથી સવારે 6 થી 30 મે સુધી લાગુ કરવામાં આવશે. આ સમય દરમિયાન, શાળા-કોલેજો અને અન્ય તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રહેશે. મેટ્રો અને બસ સેવાઓ પણ સંપૂર્ણ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે.

રાજ્યના મુખ્ય સચિવ આલાપન બંધ્યોપાધ્યાયે કહ્યું કે આવશ્યક સેવાઓ સિવાય કંઇ કાર્યરત નહીં થાય અને ફક્ત તેમની સાથે સંકળાયેલા લોકોને જ મુસાફરી કરવાની સ્વતંત્રતા મળશે. ફક્ત 50 લોકોને જ લગ્નમાં ભાગ લેવાની મંજૂરી છે જ્યારે મહત્તમ 20 લોકો અંતિમ વિધિમાં ભાગ લઈ શકશે.

ચૂંટણીસભાઓ પછી બંગાળમાં કોરોના સંક્રમણનો પ્રકોપ ખૂબ ઝડપથી ફેલાઇ રહ્યો છે દરરોજ નવા કેસ રેકોર્ડ સ્તરે નોંધાઈ રહ્યાં છે. ગઈકાલે બંગાળમાં મહત્તમ 20,846 નવા કેસો નોંધાયા બાદ સંક્રમણના કુલ કેસ 10 લાખ 94 હજાર 802 સુધી પહોંચી ગયા છે. આરોગ્ય વિભાગે જણાવ્યું છે કે આ રોગને કારણે વધુ 136 લોકોના મોત પછી મૃત્યુઆંક 12,993 પર પહોંચી ગયો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 3890 લોકોનાં મોત નીપજ્યાં છે એક વર્ષમાં અત્યાર સુધીમાં કુલ 2,66,207 લોકો મૃત્યું પામ્યાં છે, જેમાં મહારાષ્ટ્રમાં 79,552, કર્ણાટકમાં 21,085, દિલ્હીમાં 20,907, તમિળનાડુમાં 17,056, ઉત્તર પ્રદેશમાં 16,957, પશ્ચિમ બંગાળમાં 12,993, પંજાબમાં 11,477 અને છત્તીસગઢમાં 11,461 કુલ આટલા લોકો મૃત્યુ પામ્યા છે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે મૃત્યું પામેલા ચેપગ્રસ્ત લોકોમાં 70 ટકાથી વધુ અન્ય ગંભીર રોગોથી પીડિત છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch