Sat,27 April 2024,9:25 am
Print
header

અમદાવાદમાં મોડી રાતે મેઘરાજાએ બોલાવી ધબધબાટી, પૂર્વ વિસ્તાર જળબંબાકાર- Gujarat Post

(પૂર્વ વિસ્તારમાં હજુ પાણી ભરાયેલા છે)

અમદાવાદમાં વીજળીના કડાકા સાથે તૂટી પડ્યો વરસાદ

હજુ ઘણા વિસ્તારોમાંથી નથી ઓસર્યા વરસાદી પાણી

અમદાવાદઃ હવામાન વિભાગે કરેલી આગાહી વચ્ચે શહેરના અનેક વિસ્તારોમાં મોડી રાત્રે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી. અનેક વિસ્તારોમાં રાત્રે વરસાદ તૂટી પડવાને કારણે પાણી ભરાઈ ગયા હતા. શહેરના પૂર્વ વિસ્તારમાં વધારે વરસાદ પડ્યો હતો. જેને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.

વરસાદ બંધ થઈ ગયો હોવાને ઘણો સમય થયો હોવા છતાં સરસપુર, બાપુનગર, રખિયાલ, નિકોલ, સહિતના વિસ્તારોમાં પાણી ઓસર્યા નથી. શહેરની કેટલીક સ્કૂલો બહાર પાણી ભરાઈ જતાં વાલીઓને બાળકોને સ્કૂલે મુકવા આવતી વખતે પરેશાની થઈ હતી.અમદાવાદના પૂર્વ વિસ્તારમાંથી પસાર થતાં નેશનલ હાઈવ 8ના સર્વિસ રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે.

બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાવાને કારણે ગુજરાતમાં હજુ ભારે વરસાદ પડવાની શક્યતા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યના તમામ જિલ્લાઓમાં સાર્વત્રિક વરસાદ થશે. 

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch