Sat,27 April 2024,10:26 pm
Print
header

મહુડી મંદિરમાં ઉચાપતની તપાસ LCBને સોંપાઈ- Gujarat Post

(પોલીસ કસ્ટડીમાં નિલેશ મહેતા અને સુનિલ મહેતા) 

ગાંધીનગરઃ જૈનોના જાણીતા મંદિર મહુડીમાં ઉચાપત કરનારા ટ્રસ્ટીઓને આજે કોર્ટમાં રજૂ કરાશે. માણસા કોર્ટમાં બંને ટ્રસ્ટીઓને ગાંધીનગર LCB રજૂ કરશે. મંદિરના જ બે ટ્રસ્ટી નિલેશ મહેતા અને સુનિલ મહેતા સામે સોનાની ચેઇન, અંદાજે 700-800 ગ્રામ સોનાનો વરખ અને રોકડ રકમની ઉચાપતની ફરિયાદ નોધાઈ છે. ફરિયાદની ગંભીરતાને લઈને ગાંધીનગર એલસીબીને તપાસ સોપાઈ છે. મંદિરના ટ્રસ્ટી ભૂપેન્દ્ર વોરાએ આ ફરિયાદ કરી છે. નિલેશ મહેતા અને સુનીલ મહેતાએ મંદિર સાથે વિશ્વાસઘાત કરીને સોનાની અને રોકડ રકમની ઉચાપત કરી છે.

થોડા દિવસો પહેલાં નિલેશ મહેતા અને સુનિલ  મહેતાએ સોનાના વરખની ડોલ બહાર કાઢી હતી. તેની સાથે સોના અને ચાંદીની લગડીઓ પણ બહાર કાઢી હતી. ત્યાર બાદ તેમણે ત્યાં હાજર રહેલા લોકોને જમવા મોકલી દીધા હતા. મંદિરના અન્ય ટ્રસ્ટીઓએ સીસીટીવી ફૂટેજ ચકાસતાં બંને શંકાસ્પદ પ્રવૃત્તિ કરતાં કેમેરામાં કેદ થયા હતા. જે બાદ તપાસ કરતાં આખો મામલો સામે આવ્યો હતો.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch