Wed,24 April 2024,1:46 am
Print
header

ગુજરાતનો ઠગ કિરણ પટેલ જમ્મુ-કાશ્મીરમાંથી ઝડપાયો, PMO નો અધિકારી બનીને Z પ્લસ સુરક્ષા સાથે કરી મોજ

શ્રીનગર: સુરક્ષાની દ્રષ્ટિએ અત્યંત સંવેદનશીલ ગણાતા જમ્મુ-કાશ્મીરમાં ઠગ કિરણ પટેલની ધરપકડ કરાઇ છે, જે છેલ્લા 5 મહિનાથી પોતાને પીએમઓ ઓફિસર ગણાવીને Z પ્લસ સુરક્ષા સાથે પૂરેપૂરી મોજ માણી રહ્યો હતો. ગુજરાતનો કિરણ પટેલ નકલી ઓફિસર બનીને ફરતો હતો, કિરણ પોતાને પીએમઓના એડિશનલ ડાયરેક્ટર તરીકે ઓળખાવતો હતો. હવે શ્રીનગરમાં તેની ધરપકડ કરવામાં આવી છે.

આઇપીસીની કલમ 419, 420, 467, 468, 471 હેઠળ ધરપકડ 

અનેક લોકો સાથે છેતરપિંડી કર્યાંની ચર્ચાઓ 

ગુરુવારે સ્થાનિક કોર્ટે કિરણ પટેલને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધો હતો. સૂત્રોનું કહેવું છે કે બે પોલીસ અધિકારીઓ સામે પણ ગેરરીતિ અને આવા ઠગની સેવા કરવા બદલ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સૂત્રોએ જણાવ્યું કે ગુજરાત પોલીસની ટીમ પણ તપાસમાં જોડાઈ રહી છે.

કિરણ પટેલ નામના વ્યક્તિના ટ્વિટર બાયોમાં પોતાને પીએચડી ડિગ્રી ધારક દર્શાવ્યો છે. ટ્વિટરની ટાઈમલાઈન પર નજર કરીએ તો તેણે જમ્મુ-કાશ્મીરના પ્રવાસને લઈને ઘણા ફોટો-વિડિયો પોસ્ટ કર્યાં છે. એક વીડિયોમાં, તે સુરક્ષા દળો સાથે જમ્મુ-કાશ્મીરની શેરીઓમાં ફરતો જોઈ શકાય છે. તેના પિતાનું નામ જગદીશ પટેલ છે. આ વ્યક્તિના ટ્વિટર હેન્ડલ વેરિફાઈડ સિવાય તેને ઘણી મોટી હસ્તીઓ પણ ફોલો કરે છે. પોલીસ ઉચ્ચ સ્તરે નકલી સંસાધનોનો ઉપયોગ કરીને શ્રીનગર અને કાશ્મીર ખીણના અન્ય ભાગોમાં સુરક્ષા દળો સાથે ફરવાની ઘટનાની તપાસ કરી રહી છે. સાથે જ તેને બુલેટપ્રુફ ગાડીઓનો પણ ઉપયોગ કર્યો હતો.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch