Fri,26 April 2024,3:32 pm
Print
header

કારગિલ વિજય દિવસઃ PM મોદી, રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજોએ શહીદોને કર્યાં નમન

નવી દિલ્હીઃ દેશ આજે કારગિલ વિજય દિવસ ઉજવી રહ્યો છે. આજથી 22 વર્ષ પહેલા એટલે કે 26 જુલાઈ, 1999ના દિવસે કાશ્મીરના કારગિલ જિલ્લામાં પાકિસ્તાની ઘૂસણખોરોએ આપણી જમીન પર કબ્જો જમાવી દીધો હતો તે સ્થળને ભારતીય સેનાએ પોતાના નિયંત્રણમાં લઈને શૌર્ય દેખાડ્યું હતુ, જેમાં 500થી વધુ  જવાનો શહીદ થયા હતા. 'ઓપરેશન વિજય'ની સફળતા બાદ આ દિવસને 'વિજય દિવસ' નામ આપવામાં આવ્યું હતું. આજે પીએમ નરેન્દ્ર મોદી, રાહુલ ગાંધી સહિતના નેતાઓએ ભારતીય સેનાના શૌર્યને સલામ કરીને શહીદોને શ્રદ્ધાંજલી આપી છે.

પીએમ મોદીએ ટ્વીટરમાં લખ્યું આજે કારગિલ દિવસના મોકા પર હું દેશ માટે કુરબાન થનારા તમામ શહીદોને શ્રદ્ધાંજલી આપું છું. તેમની બહાદુરી આપણને દરરોજ પ્રેરણા આપે છે, રક્ષામંત્રી રાજનાથસિંહે લખ્યું કારગિલ વિજય દિવસના અવસર પર ભારતીય સેનાના શૌર્ય, પરાક્રમ અને બલિદાનને નમન કરું છુ.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ આ અવસર પર શહીદોને શ્રદ્ધાજંલી આપી હતી. વિજય દિવસના અવરસર કારગિલના દ્રાસ સ્થિત વૉર મેમોરિયલ પર ખાસ કાર્યક્રમ થાય છે. ત્યારે પાકિસ્તાન સામેના જીતની આજે મોટી ઉજવણી થઇ રહી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch