Sun,05 May 2024,12:07 am
Print
header

તોડબાજ તરલ ભટ્ટને જૂનાગઢ કોર્ટે આપ્યાં ચાર દિવસના રિમાન્ડ, અનેક તોડ કર્યાં હોવાના પુરાવા આવ્યાં સામે- Gujarat Post

  • તરલ ભટ્ટની મોડી રાત સુધી ચાલી હતી પૂછપરછ
  • તરલ ભટ્ટ સાત દિવસ સુધી ક્યાં ફરાર હતો તેના થશે ખુલાસા
  • તોડકાંડમાં કોની કોની સંડોવણી છે તે વાતનો થશે પર્દાફાશ

અમદાવાદઃ જૂનાગઢના બહુ ચર્ચીત તોડકાંડ પ્રકરણમાં સસ્પેન્ડેડ અને ફરાર પીઆઈ તરલ ભટ્ટ અંતે ઝડપાઇ ગયા હતા. જે બાદ આજે તેમને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે જૂનાગઢ કોર્ટમાં રજૂ કરાયા હતા. કોર્ટે તેમને ચાર દિવસના રિમાન્ડ આપ્યાં છે. રિમાન્ડમાં તરલ ભટ્ટ તોડકાંડના અન્ય રાઝનો પર્દાફાશ કરી શકે છે. તોડબાજ તરલ ભટ્ટને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યાં ત્યારે વિઝ્યુઅલ ન થાય તેનું ધ્યાન રાખવામાં આવ્યું હતું. મીડિયાને શૂટિંગ કરવા દેવામાં આવ્યું ન હતું. જેથી સામાન્ય આરોપી અને તરલ ભટ્ટ વચ્ચે ભેદભાવ કેમ ? તેવા પ્રશ્ન ઉઠી રહ્યાં છે.

શુક્રવારે અમદાવાદના રિંગરોડ પાસેથી આરોપી તરલ ભટ્ટની ધરપકડ કરવામાં આવી હતી. ક્રિકેટ સટ્ટાના નામે બેંક ખાતા ફ્રિઝ કરી તેને અનફ્રિઝ કરવાના બદલામાં મોટી રકમનો તોડ કરવા મામલે જૂનાગઢના સસ્પેન્ડેડ એસઓજી પીઆઈ એ.એમ. ગોહિલ, એએસઆઈ દિપક જાની અને માણાવદરના સીપીઆઈ સામે ગુનો દાખલ થયો હતો. આ ત્રણેયને સસ્પેન્ડ કરાયા હતા. હાલ આ મામલે એટીએસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

અગાઉ એસઓજીના પીઆઈ તથા એએસઆઈને તરલ ભટ્ટે બેંક ખાતાની વિગતો આપી હતી. આથી આ તોડકાંડનો મુખ્ય સુત્રધાર તરલ ભટ્ટ હોવાનું માનવામાં આવી રહ્યું છે. તરલ ભટ્ટ ફરાર થઈ ગયો હતો અને તે વિદેશ ભાગી ગયો હોવાની પણ ચર્ચા ચાલી રહી હતી. પરંતુ હવે તેની  અમદાવાદથી ધરપકડ કરી લેવાઈ છે. હવે પૂછપરછમાં મોટા ખુલાસા થવાની શક્યતાઓ છે. બીજી તરફ તેના નજીકના લોકોએ જ તેની વિરુદ્ધ પુરાવા આપ્યાં હોવાની પણ ચર્ચાઓ છે.

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch