Fri,26 April 2024,10:53 am
Print
header

યુએસ ઇલેક્શનઃ ડેમોક્રેટિક ઉમેદવાર બાઈડનના પોલિસી પેપરમાં કાશ્મીર અંગે મોદી સરકારની ટીકા

ચૂંટણી જીતતા પહેલા જ ભારતની આંતરિક બાબતોમાં દખલગીરી શરૂ 

વોશિંગ્ટનઃ 2020ના અંત સુધીમાં અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણી યોજાવાની છે અને ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બાઈડન રિપબ્લિક ઉમેદવાર અને યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ પર સરસાઈ ભોગવી રહ્યાં હોય તેવું જણાઇ રહ્યું છે. બાઈડને હાલમાં એક પોલિસી પેપરમાં મોદી સરકારના કાશ્મીર અંગેના વલણને ચિંતાજનક ગણાવ્યું છે તેમજ સિટિઝનશીપ એમેન્ડમેન્ટ એક્ટ (CAA)ને પણ ભારતની બિનસાંપ્રદાયિક પરંપરા સાથે અસંગત ગણાવીને પોતે સત્તા પર આવશે તો આ અંગે ભારત સાથે કડક વલણ અખત્યાર કરશે એવું જણાવ્યું છે. બાઈડનના આ વલણને લીધે NRI મતદારોનું સમર્થન મેળવવાનું ટ્રમ્પ માટે આસાન બની શકે છે.

અમેરિકી પ્રમુખ પદની ચૂંટણીના બંને પ્રતિસ્પર્ધી ઉમેદવારો વિવિધ વિષયો પર પોતાની નીતિ કેવી હશે તેનો પરિચય પોલિસી પેપરના માધ્યમથી જાહેર કરતાં હોય છે. આ પોલિસી પેપરના આધારે જે-તે પ્રમુખની નીતિનો અંદાજ મળી શકે છે.

બાઇડનની નીતિ

ડેમોક્રેટ ઉમેદવાર જો બાઈડનના કેમ્પેનની સત્તાવાર વેબસાઈટ www.joebiden.com પર હાલમાં મૂકાયેલ પોલિસી પેપરમાં એજન્ડા ફોર મુસ્લિમ અમેરિકન કમ્યુનિટી શીર્ષકથી મૂકાયેલ નીતિગત હાઈલાઈટ્સ www.joebiden.com/muslimamerica/ અંતર્ગત પ્રસિદ્ધ થયેલી છે. એ મુજબ, ચીનના ઉઈગર, મ્યાનમારના રોહિંગ્યા અને ભારતમાં કાશ્મીરના મુસ્લિમો સંબંધિત અભિપ્રાય આ પ્રમાણે રજૂ કરવામાં આવ્યો છે.

મુસ્લિમ બહુમતી ધરાવતા અથવા તો મુસ્લિમોની ભારે ઊંચી સંખ્યા ધરાવતા દેશોમાં મુસ્લિમો સાથે જે કંઈ થતું હોય તેની અમેરિકન મુસ્લિમોમાં ઊંડી અસર પડતી હોય છે. હું એમની લાગણી સમજી શકું છું. ચીનમાં ઉઈગર મુસ્લિમોને કોન્સન્ટ્રેશન કેમ્પમાં રાખવામાં આવે છે એ બહુ જ શરમજનક છે. જો હું પ્રમુખપદે ચૂંટાઈશ તો આ અન્યાય સામે અવાજ ઊઠાવીને વિશ્વમત ઊભો કરીશ. કાશ્મીરમાં સ્થાનિકોના અધિકારોનું પુનઃસ્થાપન થાય એ માટે ભારત સરકારે જે કંઈ આવશ્યક હોય એ કરવું જોઈએ એવું હું માનું છું. વિરોધનો અવાજ દબાવી દેવો, મોરચાઓને પ્રતિબંધિત કરવા, ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવી વગેરે પગલાઓ બિનલોકતાંત્રિક છે. NRC અને CAA મુદ્દે ભારત સરકારે દાખવેલ વલણ હતાશાજનક છે. સદીઓની બિનસાંપ્રદાયિક અને બહુરંગી પરંપરા ધરાવતા ભારતમાં આવી નીતિ વિરોધાભાસી છે.

જો બાઈડેનના આ પોલિસી પેપરની જાહેરાત પછી તરત સ્થાનિક હિન્દુઓમાં ભારે રોષ ઊભો થયો હતો અને અમેરિકી સમાચાર માધ્યમોના અહેવાલ પ્રમાણે, હિન્દુઓનો એક મોટા સમૂહે બાઈડનની પ્રચાર ટીમ સાથે બેઠક યોજીને હિન્દુ અમેરિકન કમ્યુનિટી માટે પોલિસી પેપરની માગણી કરી હતી.અલબત્ત, બાઈડનની ટીમ તરફથી તેમને એવી કોઈ ખાતરી આપવામાં આવી નથી.

વધુ સમાચારો માટે અમારા Facebook પેજને Like કરો

Facebook પેજની લિંક

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો..

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch