Sat,27 April 2024,3:35 am
Print
header

પાકિસ્તાનની જેલમાં બંધ ભારતીય માછીમારોએ સહન કરવી પડે છે અનેક યાતનાઓ, ઓડિયો ક્લિપ વાયરલ- Gujarat Post

(પ્રતિકાત્મક તસવીર)

ઘણા વર્ષોથી પાકિસ્તાના જેલમાં સબડી રહ્યાં છે માછીમારો

કેટલાક માછીમારોની આરોગ્ય સ્થિતિ કથળી

ભારતીય જળસીમામાંથી પાકિસ્તાન મરિન સિક્યુરિટી માછીમારોનું કરે છે અપહરણ

વેરાવળઃપાકિસ્તાનની જેલોમાં અનેક ભારતીયો કેદ છે. તેમની હાલત કેવી થાય છે તે પરત ફરેલા માછીમારો વર્ણવતા હોય છે. હાલ પાકિસ્તાનની જેલમાં બંધ એક માછીમારનો ઓડિયો વાયરલ થયો છે. જેમાં પાકિસ્તાનની જેલમાં બંધ માછીમારોને થતી હેરાનગતિની વાત સાંભળતા ભલભલો માણસ પણ રડી જાય તેવું વર્ણન છે. પાકિસ્તાની જેલમાં માછીમારો કોઈ ગુનેગાર નથી છતાં તેમને અમાનુષી અત્યાચાર સહન કરવા પડે છે. બે દિવસ પાકિસ્તાની જેલમાં અન્નનો ત્યાગ કરવાનો આડિયોમાં ઉલ્લેખ છે.

આખો દિવસ તનતોડ મહેનત કરો, લોકોનો માર ખાઓ.આટલું કરવા છતાં ન ખાવાના ઠેકાણા, ન સૂવા માટે કોઈ સુવિધા. વર્ષોથી પાકિસ્તાની જેલમાં બંધ માછીમારો નર્ક જેવી જિંદગી પસાર કરી રહ્યાં છે. ક્યારેક તો જેલમાંથી છૂટવામાં વર્ષો લાગી જાય છે અને કેટલાક કમનસીબ તો જેલમાં જ દમ તોડી દે છે. ઓડિયો ક્લીપમાં માછીમારની વાત સાંભળીને સમજી શકાય છે કે, જો પરિવારને એક દિવસ મળવાની આશા ન હોય તો કેવી પીડા થાય છે. હાલ આ ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.

થોડા દિવસ અગાઉ પાકિસ્તાનની જેલમાં કેદ રહેલા 20 ભારતીય માછીમારોને મુક્ત કરવામાં આવ્યાં હતા. આ છૂટકારાને પગલે માછીમારો તેમજ તેમના પરિવારજનો મોટો હાશકારો અનુભવ્યો હતો. પાકિસ્તાને મુક્ત કરેલા મોટા ભાગના માછીમારો ગીર સોમનાથ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકા અને જામનગરના રહેવાસી હતા. હજુ પણ ભારતના 650 માછીમારો પાકિસ્તાનની જેલમાં કેદ છે અને તેમની સાથે અત્યાચાર થઇ રહ્યાં છે ત્યારે પરિવારોની માંગ છે કે મોદી સરકાર આ મામેલ તાત્કાલિક કોઇ યોગ્ય કાર્યવાહી કરીને તેમને છોડાવે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch