Fri,26 April 2024,7:22 pm
Print
header

લદ્દાખ બોર્ડર પાસેથી પકડાયેલા ચીનના સૈનિકને ભારતે પરત સોંપ્યો

ભારતીય સેનાએ ચીની સૈનિકને ઠંડા હવામાનથી બચાવવા માટે મેડિકલ મદદની સાથે જમવાનું અને ગરમ કપડાં પણ આપ્યા 

લદ્દાખઃ ભારત-ચીન (India-China) વચ્ચે LAC પર તણાવ છે. આ બધાની વચ્ચે બે દિવસ પહેલા એક ચીની સૈનિક ભારતની સરહદમાં ઘૂસી આવ્યો હતો. જેને સેનાએ (Indian Army) પકડી લીધો હતો. ચીનનો સૈનિક પૂર્વ લદ્દાખના ચુમાર ડેમચોક વિસ્તારમાંથી ઝડપાયો હતો. મંગળવારે મોડી રાતે ચુશૂલ મોલડો મીટિંગ પોઇન્ટ પર તે ચીનને પરત સોંપવામાં આવ્યો હતો. ચીન સૈનિકનું નામ વાંગ યા લોંગ હતું. પૂર્વ લદ્દાખ ના ડેમચોક વિસ્તારમાંથી 19 ઓક્ટોબરે ચીનના સૈનિક વાંગ યો લોંગ પકડાયો હતો. તે ભૂલથી LAC પાર કરીને ભારતીય સરહદમાં ઘૂસી આવ્યો હતો. દરમિયાન ભારતીય સેનાએ ચીની સૈનિકને ઠંડા હવામાનથી બચાવવા માટે મેડિકલ મદદની સાથે સાથે જમવાનું અને ગરમ કપડાં પણ આપ્યા હતા.

ચીની સેનાએ તેના લાપત્તા સૈનિકને પરત આપવાની વિનંતી કરી હતી. જે બાદ ભારતીય અધિકારીએ પ્રોટોકલ અંતર્ગત ઔપચારિકતા પૂરી કરીને તેને ચીનને સોંપ્યો હતો. મે મહિનાના પ્રથમ સપ્તાહથી જ ભારતીય અને ચીની સૈનિકો સામે સામે છે. ત્યારથી બંને દેશો વચ્ચે તણાવભર્યુ વાતાવરણ છે.

જૂન મહિનામાં લદ્દાખ સ્થિત ગલવાન ઘાટીમાં (Galwan Ghati) ભારત-ચીનના સૈનિકો વચ્ચે હિંસા થઈ હતી. જેમાં 20 ભારતીય જવાનો શહીદ થયા બાદ ભારતે ચાઇનીઝ એપ (India Ban On Chinese Apps) પર પ્રતિબંધ મૂકવા સહિત અનેક આકરાં નિયંત્રણો લાદીને ચીનને મરણતોલ ફટકો પહોંચાડ્યો હતો.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch