Fri,26 April 2024,1:51 pm
Print
header

કોરોના વાઇરસની અસર, Flipkart એ પોતાની બધી સેવાઓ હાલ પુરતી બંધ કરી

દેશમાં કોરોના વાઇરસને કારણે મોદી સરકારે 21 દિવસ સુધી લોકડાઉનની જાહેરાત કરી છે, જેને કારણે મોટાભાગના ધંધા-રોજગાર બંધ છે, તેની અસર ઓનલાઇન વસ્તુઓ પુરી પાડતી ઇ-કોમર્સ કંપનીઓ પર પણ દેખાઇ છે, ભારતની જાણીતી ઓનલાઇન શોપિંગ વેબસાઇટ ફ્લિપકાર્ટે પોતાની બધી સેવાઓ હાલ પુરતી બંધ કરી દીધી છે, એટલે કે હાલમાં તમે ઓનલાઇને કોઇ વસ્તુ મંગાવી શકશો નહીં, તેઓએ બધા ઓર્ડર લેવાના બંધ કર્યા છે.

કંપનીએ તેની વેબસાઇટ પર લખ્યું છે કે બધુ સામાન્ય થતા ફરીથી તેઓ પોતાની સેવાઓ શરૂ કરશે, હાલમાં તેમના ડિલિવરી પર્સન્સને પોલીસ રોકી રહી છે, જેને ધ્યાનમાં લઇને હાલમાં સેવાઓ બંધ કરાઇ છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch