Fri,26 April 2024,3:38 pm
Print
header

Corona virus: દેશમાં કોરોનાનું વિકરાળ રૂપ, આજનો આંકડો જાણીને તમે થરથરી જશો - Gujarat Post

(file photo)

દેશમાં રોજના આવી શકે છે ચાર લાખ કેસ

છેલ્લા 24 કલાકમાં ત્રણ લાખથી વધારે કેસ નોંધાયા

ઓમિક્રોનના કેસની સંખ્યા 9281 પર પહોંચી

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાનો કહેર દિન પ્રતિદિન વધી રહ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના ત્રણ લાખથી વધારે કેસ નોંધાયા છે, વધુ 491 લોકોના મોત  થયા છે. 2,23,990 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 19 લાખને વટાવી ગઈ છે. દૈનિક પોઝિટિવિટી રેટ 16.41 ટકા છે. દેશમાં ઓમિક્રોન કેસની સંખ્યા 3.63 ટકાના વધારા સાથે 9281 પર પહોંચી છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં 3,17,352 નવા કેસ, 491 મોત અને 2,23,990 લોકો સાજા થયા છે. દેશમાં કોરોના સામે કુલ 3,58,07,029 લોકો જંગ જીતી ચૂક્યા છે. કુલ મૃત્યુઆંક 4,87,693 પર પહોંચ્યો છે. દેશમાં ગઇકાલે 73,38,592 લોકોને ગઈકાલે ડોઝ અપાયા હતા.

હાલ ત્રીજી લહેરની શરૂઆત થઇ ગઇ છે, એવામાં વૈજ્ઞાાનિકોએ ચેતવણી આપી છે કે આ મહિનામાં જ કોરોનાની ત્રીજી લહેર પીક પર હશે, દેશભરમાં દૈનિક કેસો ચાર લાખની આસપાસ પહોંચી જશે. ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, કર્ણાટક, હરિયાણામાં આ સપ્તાહે જ ત્રીજી લહેર પીક પર પહોંચી જશે. આંધ્રપ્રદેશ, આસામ અને તમિલનાડુ જેવા રાજ્યોમાં આગામી સપ્તાહથી કેસો પીક પર આવશે અને સંખ્યા હાલ કરતા અનેકગણી વધારે હશે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch