Fri,26 April 2024,7:46 pm
Print
header

બ્રિસ્બેનમાં ભારતીય ખેલાડીઓ સાથે ફરી એક વખત ગેરવર્તન, આ બે ખેલાડીઓને દર્શકોએ આપી ગાળો

ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ભારતીય ટીમના ખેલાડીઓ સાથે ફરી એક વખત ગેરવર્તન કરવામાં આવ્યું છે. ઓસ્ટ્રેલિયાના સમાચાર પત્ર સિડની મોર્નિંગ હેરાલ્ડના સમાચારથી ખુલાસો થયો છે. જ્યારે સિરાજ અને સુંદર બાઉન્ડ્રી પર ફિલ્ડિંગ કરી રહ્યા હતા, ત્યારે કેટલાક દર્શકો જોર-જોરથી તેમને ગાળો આપી રહ્યાં હતા. આ સતત બીજી વખત છે જ્યારે ઓસ્ટ્રેલિયાના દર્શકોએ ભારતીય ખેલાડીઓને અપશબ્દો કહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે આ પહેલા સિડનીમાં રમાયેલી ત્રીજી ટેસ્ટમાં દર્શકોએ મોહમ્મદ સિરાજ અને જસપ્રીત બુમરાહ પર નસ્લીય ટિપ્પણી કરી હતી. આ બંનેએ તેની ફરિયાદ અમ્પાયર પાસે કરી હતી. બાદમાં બીજી ઈનિંગમાં પણ દર્શકોએ સિરાજને અપશબ્દો કહ્યા હતા, બાદમાં 10 મિનિટ રમત રોકવી પડી હતી અને છ દર્શકોને સ્ટેડિયમની બહાર કાઢવામાં આવ્યા હતા.

ભારતીય ખેલાડીઓ સાથે થયેલા ખરાબ વર્તનની ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ માફી માંગી હતી. આ સાથે જ ઓસ્ટ્રેલિયાના કોચ જસ્ટિન લેંગર અને કેપ્ટન ટિમ પેને આ ઘટનાને શરમજનક ગણાવી હતી. આઈસીસીએ પણ તેને લઈ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની નિંદા કરી હતી.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch