Fri,26 April 2024,6:06 pm
Print
header

Tokyo Olympics: બ્રિટનને 3-1 થી હરાવીને ભારતીય હોકી ટીમ 41 વર્ષ બાદ સેમિફાઇનલમાં પહોંચી

ટોકયોઃ ભારતીય પુરૂષ હોકી ટીમ ગ્રેટ બ્રિટનને હરાવી સેમિફાઇનલમાં પહોંચી ગઈ છે. ભારતે 41 વર્ષ બાદ ઓલિમ્પિકના સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે. સેમિ ફાઇનલમાં ભારતનો સામનો બેલ્જિયમ સામે થવાનો છે. ભારતીય ટીમે ક્વાર્ટર ફાઇનલમાં દમદાર પ્રદર્શન કરતા ગ્રેટ બ્રિટન સામે 3-1થી જીત મેળવી છે. 1980 બાદ આ પ્રથમ તક છે જ્યારે ભારત હોકીમાં સેમિફાઇનલમાં પહોંચ્યુ છે. ભારત માટે વિનિંગ ગોલ 7મી મિનિટમાં દિલપ્રીત સિંહે, 16મી મિનિટમાં ગુરજીત સિંહ અને 57મી મિનિટમાં હાર્દિક સિંહે કર્યો હતો, જ્યારે બ્રિટન માટે 45મી મિનિટમાં સૈમુઅલે ગોલ કર્યો હતો.

ઓલિમ્પિક હોકીમાં ભારતને છેલ્લો મેડલ 1980માં મોસ્કોમાં મળ્યો હતો, જ્યારે વાસુદેન ભાસ્કરનની આગેવાનીમાં ટીમે ગોલ્ડ મેડલ જીત્યો હતો. ત્યારબાદથી ભારતીય હોકી ટીમનું પ્રદર્શન ખરાબ થતું રહ્યું અને 1984માં લોસ એન્જલિસ ઓલિમ્પિકમાં પાંચમાં સ્થાને રહ્યા બાદ તેનાથી સારૂ પ્રદર્શન કરી શકી નહીં.

બેઇજિંગમાં 2008 ઓલિમ્પિકમાં ટીમ પ્રથમવાર ક્વોલિફાઇ કરી શકી નહીં અને 2016 રિયો ઓલિમ્પિકમાં છેલ્લા સ્થાને રહી હતી. દેશમાં હોકીનો ગ્રાફ સતત નીચે જતો રહ્યો. પરંતુ છેલ્લા પાંચ વર્ષમાં ભારતીય હોકી ટીમના પ્રદર્શનમાં સતત સુધાર થયો છે જેનાથી તે વિશ્વ રેન્કિંગમાં ત્રીજા સ્થાને પહોંચી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch