Fri,26 April 2024,7:51 pm
Print
header

આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદના ફાઉન્ડર પ્રવિણ તોગડિયા પણ હવે લોક સંપર્કમાં લાગ્યા

ચૂંટણી પહેલા મોરબીમાં લોકસંપર્ક કરતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો

પ્રવિણ તોગડિયાએ કોવિડના ભોગ બનેલા પરિવારો સાથેની ઔપચારિક મુલાકાત ગણાવી

વિશ્વ હિંદુ પરિષદ અને ભાજપ સામે પ્રવિણ તોગડિયાએ મોરચો માંડ્યા બાદ આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદની સ્થાપના કરી છે

મોરબીઃ એક સમયે વિશ્વ હિંદુ પરિષદના સુપ્રિમો ગણાતા,સંઘના નેતાઓના નજીકના અને હાલ આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદના અધ્યક્ષ પ્રવિણ તોગડિયા આગામી વિધાનસભા ચૂંટણી પહેલા સક્રિય થયા છે. તેમણે વિવિધ શહેરોમાં મુલાકાત યોજવાનું શરૂ કર્યું છે. પ્રવિણ તોગડિયાએ મોરબી ખાતે અનેક લોકો સાથે મુલાકાત કરી હતી  વિવિધ મુદ્દે ચર્ચા કરી હતી. આગામી ચૂંટણીને લઇને હિંદુઓનો શું પક્ષ હોવો જોઇએ તે અંગે પણ ચર્ચા થઇ હતી. જો કે તેમની સાથે હાજર રણછોડભાઇ રબારીએ પ્રવિણ તોગડિયાની મુલાકાત અંગે જણાવ્યું કે તેમણે આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદના કાર્યકરોને અને કોવિડના કારણે જીવ ગુમવાનાર વ્યક્તિના પરિવારજનોની સૌજન્ય મુલાકાતે આવ્યાં હતા અને સાંત્વના પાઠવી હતી.

હવે ચૂંટણી નજીક છે, આ સમયે પ્રવિણ તોગડિયાએ મોરબીમાં મુલાકાત કરતા રાજકીય રીતે પણ માહોલ ગરમાયો છે. પ્રવિણ તોગડિયાએ લોકો સાથે મીટીંગ પણ કરી હતી. તેમની મુલાકાત અંગે સ્થાનિક લોકોનું કહેવું છે કે ડો. પ્રવિણ તોગડિયાએ ચૂંટણી પહેલા સક્રિય થવુ જરૂરી છે. જો કે હાલ વિશ્વ હિંદુ પરિષદમાંથી અલગ થયા બાદ પ્રવિણ તોગડિયાના સમર્થકોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. એક સમયે મોદી સાથે અનબનાવ પછી તેમનાથી નેતાઓએ દૂરી બનાવી દીધી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch