Mon,20 May 2024,9:41 am
Print
header

Fact Check: પટનામાં મહાગઠબંધન રેલીમાં જોરદાર ભીડ ઉમટી હોવાનો દાવો ખોટો છે, આ ફોટો જૂના છે- Gujarat Post

Gujarat Post Fact Check News: લોકસભા ચૂંટણી નજીક છે અને દરેક પાર્ટીઓ હવે પ્રચારમાં લાગી ગઇ છે. બિહારની રાજધાની પટનામાં રવિવારે યોજાયેલી મહાગઠબંધનની રેલીમાં રાષ્ટ્રીય જનતા દળના અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવે જનસભાને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યાં હતા.તેમણે નીતીશને પલટુરામ કહેવા ઉપરાંત વડાપ્રધાનના હિન્દુ હોવા પર પણ આકરા પ્રહારો કર્યાં હતા. તેમણે વડાપ્રધાનના પરિવારવાદના આક્ષેપો પર પણ આકરી પ્રતિક્રિયા આપી હતી.

આ રેલીની તસવીર હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. તસવીર શેર કરવાની સાથે કેટલાક લોકોએ લખ્યું કે પટનાના ગાંધી મેદાનમાં થયેલી મહારેલીના આ ફોટો છે. આ દાવા સાથે તસવીરને ફેસુબક અને એક્સ પર અનેક લોકો શેર અને લાઇક કરી ચુક્યાં છે.

Gujarat Post Fact Check News: જો કે ગુજરાત પોસ્ટ ન્યૂઝના ફેક્ટ ચેક દરમિયાન જાણવા મળ્યું કે આ તસવીર ઓગસ્ટ 2017માં ગાંધી મેદાનમાં થયેલી રાષ્ટ્રીય જનતા દળની રેલીની છે. ખાસ વાત એ છે કે 3 માર્ચ, 2024ના રોજ ગાંધી મેદાનમાં યોજાયેલી વિપક્ષી ગઠબંધનની રેલીમાં ભારે ભીડ ઉમટી હતી. આમ સોશિયલ મીડિયા પર હાલ વાયરલ થયેલી તસવીર જૂની છે. લાલુની રેલીમાં ભીડ હતી પરંતુ આટલી બધી નહીં, હાલમાં વાઇરલ થઇ રહેલા ફોટો જૂના છે અને તેને નવા બતાવીને વાઇરલ કરાઇ રહ્યાં છે, જેથી તમારે પણ આવા ફોટોથી દૂર રહેવું જોઇએ, ખોટી માહિતીને શેર કરવી જોઇએ નહીં.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch