Fri,26 April 2024,6:35 am
Print
header

હવામાન વિભાગની આગાહી વચ્ચે અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ- Gujaratpost

અમરેલી તાલુકામાં સિઝનનો 66.36 ટકા વરસાદ વરસ્યો

ઘાણો નદીમાં પૂર આવતા નદી બે કાંઠે વહેતી થઇ

અમરેલીઃ હવામાન વિભાગની આગાહી વચ્ચે અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જિલ્લાના તાલુકાઓમાં મેઘમહેર થઈ છે.રાજુલા અને જાફરાબાદ તાલુકામાં વરસાદ પડ્યો છે. રાજુલાના હિંડોરણા, ખાખબાઈ, છતડીયા અને ડુંગર વિસ્તારના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.  રીંગણીયાળાથી ઘુઘરીયાલી રોડ પર ધાણો નદી પરના કોઝવે પર પાણી ફરી વળ્યાં છે. જેને કારણે વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે.અમરેલી જિલ્લાના અનેક વિસ્તારોમાં ચાર દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે.અહીં આજે પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. 

અમરેલી જિલ્લાના રાજુલા, ધારી, મોરઝર, ભાડેર, મોણવેલ, કોઠાપિપરીયામાં વરસાદ પડી રહ્યો છે. વરસાદને કારણે કોઝવે પર પાણી ફરી વળ્યાં હતા. ઘાણો નદીમાં પૂર આવતા નદી બે કાંઠે વહેતી થઇ હતી.

અમરેલી તાલુકામાં સિઝનનો 66.36 ટકા વરસાદ વરસ્યો છે.બાબરામાં સિઝનનો 65.62 ટકા, બગસરામાં સિઝનનો 64.47 ટકા, ધારીમાં સિઝનનો 64.50 ટકા, જાફરાબાદમાં સિઝનનો 36.10 ટકા, ખાંભામાં સિઝનનો 75 ટકા, લાઠીમાં સિઝનનો 58.35 ટકા, લીલીયામાં સિઝનનો 49.93 ટકા, રાજુલામાં સિઝનનો 48 ટકા વરસાદ વરસી ચુક્યો છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch