Wed,20 January 2021,5:54 pm
Print
header

H-1B વિઝાના જૂના નિયમોમાં ફેરફાર, હવે લોટરી સિસ્ટમને બદલે સિલેક્શનમાં સેલરી-સ્કિલને ધ્યાનમાં લેવાશે

વોશિંગ્ટનઃ અમેરિકાએ H-1B વિઝાની સિલેક્શન પ્રોસેસમાં ફેરફાર કર્યો છે. અમેરિકન સિટીઝનશિપ અને ઇમિગ્રેશન સર્વિસિસએ (USCIS) H-1B વિઝા સિલેક્શનમાં સેલરી અને સ્કિલને પ્રાથમિકતા આપી છે. તેનાથી અમેરિકન નાગરિકોના હિતની રક્ષા થશે. અગાઉ આ વિઝાનું સિલેક્શન લોટરી પ્રોસેસથી થતું હતું.

નિયમોમાં પરિવર્તન પછી અસ્થાયી રોજગાર પ્રોગ્રામથી હાઈ સ્કિલવાળા વિદેશી પ્રોફેશનલ્સને વધુ લાભ થશે. H-1B વિઝાની સિલેક્શન પ્રોસેસને નવા નિયમો સાથે ફેડરલ રજિસ્ટરમાં પબ્લિશ કરી દેવામાં આવી છે. નવા નિયમો 60 દિવસમાં લાગુ થઈ જશે.

USCISના ડેપ્યુટી ડાયરેક્ટર ફોર પોલિસી જોસેફ એડલોએ કહ્યું કે, H-1B કામચલાઉ વિઝા પ્રોગ્રામનો એમ્પ્લોયર દુરૂપયોગ કરી રહ્યા છે. તેનો ઉપયોગ પ્રાથમિક કક્ષાની પોસ્ટ્સ ભરવા, તેમનો વ્યવસાયિક ખર્ચ ઘટાડવા માટે કરી રહ્યાં છે.

H-1B વિઝા શુ છે?

H-1B એ નોન-ઇમિગ્રન્ટ વિઝા હોય છે, જે હેઠળ અમેરિકન કંપનીઓને ટેક્નિકલ કુશળતા ધરાવતી પોસ્ટ પર વિદેશી વ્યાવસાયિકોની નિમણૂંક કરવાની મંજૂરી હોય છે. વિઝા દ્વારા ટેકનોલોજી સેક્ટરની કંપનીઓ ભારત અને ચીન જેવા દેશોમાંથી દર વર્ષે હજારો કર્મચારીઓની ભરતી કરે છે. અમેરિકન કોંગ્રેસના નિયમો અનુસાર, એક વર્ષમાં 85,000 H-1B વિઝા ઇશ્યૂં કરવામાં આવે છે, જેમાંથી 65 હજાર સ્પેશિયલ ઓક્યુપેશનના લોકોને અપાય છે. બાકીના 20 હજાર વિઝા અમેરિકન યુનિવર્સિટીમાંથી માસ્ટર્સ કે અન્ય સમકક્ષ હાયર ડિગ્રી મેળવતા વિદેશી વર્કર્સને આપવામાં આવે છે.

H-1B વિઝાના નવા નિયમની મહત્ત્વપૂર્ણ બાબતો

 1. અત્યાર સુધી H-1B વર્ક વિઝાની પ્રક્રિયા રેન્ડમાઇઝ લોટરી સિસ્ટમ દ્વારા થતી હતી.તેમાં પગાર, અનુભવ કે અન્ય જરૂરિયાતોનો સમાવેશ નહોતો થતો. વિઝાનો સૌથી વધુ લાભ ભારતીય કંપનીઓ તથા ભારતીય પ્રોફેશનલ્સ લેતાં હતા.
 2. નવો નિયમ ફેડરલ રજિસ્ટરમાં પ્રકાશિત થયાના 60 દિવસ પછી અમલમાં આવશે. H-1B વિઝા પ્રોગ્રામ માટે અરજી કરવાનો આગામી તબક્કો 1 એપ્રિલ, 2021થી શરૂ થશે.
 3. નવો નિયમ ફક્ત H-1B વિઝાના રજિસ્ટ્રેશન પર જ લાગુ થશે. જો રજિસ્ટ્રેશન કેન્સલ થઈ ગયું તો જે લોકોએ H-1B કેપ હેઠળ અરજી કરી છે તેમની ફાઇલિંગમાં જ આ અરજી લાગુ કરવામાં આવશે.
 4. અમેરિકન સિટીઝનશિપ અને ઇમિગ્રેશન સર્વિસિસે જણાવ્યું કે, નવા નિયમો H-1B રેગ્યુલર કેપ અને H-1B એડવાન્સ્ડ ડિગ્રી એક્સેમ્પશન બંનેને લાગુ પડશે. આ બંનેમાં સિલેક્શનના ક્રમમાં કોઈ ફેરફાર થશે નહીં.
 5. ગયા વર્ષે 1 એપ્રિલ, 2020ના રોજ USCIS (યુનાઇટેડ સ્ટેટ્સ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિસ)ને H-1B વર્ક વિઝા માટેની અઢી લાખ અરજીઓ મળી હતી. તેમાં 67 ટકા એટલે કે 1.84 લાખ અરજીઓ ભારતીયોએ કરેલી હતી.
 6. અમેરિકાના પ્રમુખ તરીકે સત્તા સંભાળતાંની સાથે જ ડોનાલ્ડ ટ્રમ્પે વર્ક વિઝાના નિયમોમાં ધરમૂળથી પરિવર્તન લાવવાના સંકેત આપ્યા હતા.ગયા વર્ષના નવેમ્બરમાં અમેરિકન હાઉસ જ્યુડિશિયરીએ ભારતીય અને ચાઇનીઝ કંપનીઓને હાંસિયામાં ધકેલવા માટે H-1B વિઝા ધારકો માટેની મિનિમમ સેલરી 60 હજાર ડૉલરથી વધારીને 90 હજાર ડૉલર કરી નાખવા માટેનું લેજિસ્લેશન પાસ કર્યું હતું.
 7. પોતાને સતત ભારતના અને વડાપ્રધાન મોદીના મિત્ર ગણાવતા રહેલા ડોનાલ્ડ ટ્રમ્પ ‘અમેરિકા ફર્સ્ટ’ના નામે સતત એવા નિર્ણયો લેતા રહ્યાંં છે જેનાથી ભારતીય ઇમિગ્રન્ટ્સને નુકસાન થાય. પોતાની વિદાયના માંડ એક પખવાડિયા પહેલાં લેવાયેલો આ નિર્ણય છેલ્લા એક વર્ષમાં એમણે લીધેલો આવો ચોથો મોટો નિર્ણય છે.
 8. ગયા વર્ષે એમણે H-1B સહિત તમામ ઇમિગ્રન્ટ અને નોન-ઇમિગ્રન્ટ વર્ક વિઝાની અપ્રૂવલ પર 60 દિવસની રોક લગાવી દીધી હતી.
 9. જૂન, 2020માં એમણે આ પ્રતિબંધ 2020ના અંત સુધી લંબાવી દીધો હતો.
 10. 5 ઑગસ્ટ, 2020ના રોજ ટ્રમ્પે એક એક્ઝિક્યુટિવ ઑર્ડર પાસ કર્યો હતો કે હવેથી કોઈપણ ફેડરલ એજન્સી અમેરિકન નાગરિકો કે ગ્રીન કાર્ડ ધારકોને બદલે H-1B વિઝા ધારકો તથા અન્ય વિદેશી કામદારોને નોકરીએ રાખી નહીં શકે.
 11. જોકે તેના એક અઠવાડિયામાં જ તેમણે આ નિયમમાં થોડો ફેરફાર કરીને અમુક H-1B વિઝા ધારકોને પોતાના અમેરિકન એમ્પ્લોયરને ત્યાં કામ કરવા આવવાની મંજૂરી આપી હતી.
 12. ઑક્ટોબરમાં DHS (ડિપાર્ટમેન્ટ ઑફ હોમલેન્ડ સિક્યોરિટી)એ અત્યારના ફેરફારને ફાઇનલ મંજૂરી આપતો વચગાળાનો હુકમ બહાર પાડેલો, જે હવે 8 જાન્યુઆરીના રોજ પબ્લિશ થયો છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch

-->