Fri,26 April 2024,8:54 am
Print
header

છ મનપામાં ભાજપ આગળ, છતાં કમલમ છે ખાલી

ગાંધીનગર: રાજ્યની છ મ્યુનિસિપલ કોર્પોરેશનની મતગણતરી આજે થઈ રહી છે. 6 મનપાનાં શરૂઆતી વલણમાં ભાજ્પ આગળ છે. રાજ્યની 6 મહાનગરપાલિકામાં ઓછા મતદાન બાદ 8 વાગ્યાથી મતગણતરીનો પ્રારંભ થઈ ગયો છે. આ પૈકી ભાવનગરમાં વોર્ડ 11ના ચારેય ઉમેદવારો વિજેતા બન્યા છે. ભાજપના ચારેય ઉમેદવારો ભાવનાબેન ત્રિવેદી, મીનાબેન મકવાણા, કિશોર ગુરુમુખાણી, મહેશ વાજાએ જીત મેળવી છે. ભાવનગરના 13 વોર્ડના 52 ઉમેદવારો માટે મતદાન થયું હતું, કુલ 211 ઉમેદવારો ચૂટણી મેદાનમાં હતા. ભાજપે 52, કોંગ્રેસે 51, આપે 39 ઉમેદવારો ઉભા રાખ્યા હતા. 2015માં ભાવનગરમાં ભાજપના 34 અને કોંગ્રેસના 18 ઉમેદવારો વિજેતા બન્યા હતા.

જીતની શરૂઆત થઇ ગઇ હોવા છંતા પ્રદેશ કાર્યાલય કમલમ ખાલીખમ છે. ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે વિજય ઉત્સવની કોંઇ જ તૈયારીઓ નથી કરવામાં આવી. બપોર બાદ ચિત્ર સ્પષ્ટ થશે પછી કાર્યક્રમ યોજાશે તેમ કહેવામાં આવી રહ્યું છે.

ચિત્ર સ્પષ્ટ થયા બાદ પ્રદેશ કાર્યાલય કમલમ અથવા અમદાવાદ શહેર ભાજપ કાર્યાલય ખાનપુરમાં વિજય ઉત્સવ કાર્યક્રમ થશે. જો અનુકુળ પરિણામો રહ્યાં તો પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ 6 મહાનગરોને એક સાથે કમલમ અથવા ખાનપુર કાર્યાલયથી ડિજિટલ માધ્યમથી સંબોધન કરશે. સીએમ વિજય રૂપાણી પણ ડિજિટલ માધ્યમથી જોડાશે તે પ્રકારની તૈયારીઓ કરવામાં આવી રહી છે.

છ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ચૂંટણીઓમાં સરેરાશ 48.15% મતદાન નોંધાયું હતું અને તેમાં અમદાવાદમાં સૌથી ઓછું 42.53% મતદાન નોંધાયું હતું. જામનગરમાં સૌથી વધુ 53.64% મતદાન નોંધાયું હતું. ભાજપ પ્રમુખ સી.આર. પાટિલે તેમના પક્ષનો ભવ્ય વિજય થશે તેવો દાવો કર્યો હતો.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch