Sat,27 April 2024,4:32 am
Print
header

ગુજરાતના લાખો ખેડૂતો માટે ફાયદાની વાત, કિસાન સહાય યોજના 2021ને મંજૂરી મળતા આવી રીતે મળશે રાહત

ગાંધીનગરઃરાજ્યના લાખો ખેડૂતો પહેલાથી જ મુશ્કેલીમાં હતા અને આ સમય દરમિયાન તૌકતે વાવાઝોડાએ તેમની મુશ્કેલીમાં વધારો કરી દીધો છે આ બધાની વચ્ચે હવે રાજ્ય સરકારે એક મોટો નિર્ણય જાહેર કર્યો છે જેમાં પાક નુકસાનમાં મદદરૂપ થવા મુખ્યમંત્રી કિસાન સહાય યોજના 2021ને મંજૂરી મળી ગઇ છે જેમાં 53 લાખથી વધુ ખેડૂતોને તેનો ફાયદો મળશે.ખેડૂતોએ કોઇ પણ પ્રકારનું પ્રિમિયમ પણ ભરવાનું રહેશે નહી અને તેમને નુકસાની સામે વળતર મળશે.

અનાવૃષ્ટિ, અતિવૃષ્ટિ કે માવઠાને કારણે જે ખેતીને નુકસાન થયું હશે તે ખેડૂતોને સહાય આપવામાં આવશે. ખરીફ પાકમાં નુકસાનમાં 33 થી 60 ટકા પાક નિષ્ફળ હશે તો ખેડૂતોને પ્રતિ હેક્ટરે 20 હજાર રૂપિયા સહાય મળશે. 60 ટકાથી વધુ નુકસાન હશે તો 25 હજાર રૂપિયા ચૂકવાશે 4 હેક્ટરની મર્યાદામાં સહાય મળશે.

ખેડૂતો માટે એક ઓનલાઇન પ્લેટફોર્મ તૈયાર કરાશે જેની મારફતે તેમને સહાય ચૂકવવામાં આવશે. તેઓ ઇ ગ્રામ સેન્ટર પર જઇને પણ પોતાની માહિતી જમા કરાવી શકે છે. જિલ્લા કક્ષાએથી ખેડૂતોને તેમના બેંક એકાઉન્ટમાં રકમ જમા કરાશે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch