Sat,27 April 2024,9:19 am
Print
header

લઠ્ઠાકાંડને લઈને કૉંગ્રેસના ધરણા, કહ્યું- નશાના વેપારથી યુવાધન બરબાદ થઈ રહ્યું છે-Gujaratpost

અમદાવાદ કલેકટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું

કોંગ્રેસ પ્રભારી રઘુ શર્મા, પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર સહિતના નેતાઓ હાજર રહ્યાં

અમદાવાદઃ ગુજરાતના લઠ્ઠાકાંડને લઈને સમગ્ર દેશમાં હાહાકાર મચી ગયો છે. લઠ્ઠાકાંડમાં અંદાજે 57 લોકોના મોત થયા છે. હવે તેને લઈને ગુજરાત કૉંગ્રેસ આક્રમક થઈ છે. કૉંગ્રેસ દ્વારા અમદાવાદ કલેકટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં કૉંગ્રેસના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યાં હતા. કોંગ્રેસે કહ્યું આ લઠ્ઠાકાંડ નહીં પરંતુ હત્યાકાંડ છે. આ સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી રાજીનામું આપે તેવી માંગ કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું.

ગુજરાત લઠ્ઠાકાંડમાં અનેક લોકોના મોત થયા છે અનેક પરિવારો પર આભ તૂટી પડ્યું છે, ત્યારે પ્રદેશ કોંગ્રેસ દ્વારા અમદાવાદ કલેકટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રભારી રઘુ શર્મા, પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર સહિતના નેતાઓ હાજર રહ્યાં હતા. આ દરમ્યાન રઘુ શર્મા અને જગદીશ ઠાકોરે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યાં છે.

લઠ્ઠાકાંડની સમગ્ર ઘટનામાં પોલીસે 15 જેટલા આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ પહેલા ગજુબેન અને પીન્ટુ ગોરહવાને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યાં હતા. કોર્ટે બંને આરોપીઓના 10 દિવસની રિમાન્ડની માંગણી વચ્ચે 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં હતા. ત્યારે વધુ 7 આરોપીઓને બરવાળાની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યાં હતા. તમામના કોર્ટે 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch