Mon,14 October 2024,4:23 am
Print
header

ઠંડીનો હજુ આવશે એક રાઉન્ડ, હવામાન વિભાગે કરી આગાહી- Gujarat Post

રાજ્યમાં વરસાદની સંભાવના નહીંવત

ગુજરાતના અનેક જિલ્લાઓમાં ફરી ઠંડીની આગાહી કરવામાં આવી

અમદાવાદઃ  હાલ અમદાવાદ સહિત રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. સવારે અને રાત્રે ઠંડી તથા બપોરે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. રાજ્યના ઘણા શહેરોમાં છેલ્લા બે દિવસથી તાપમાનનો પારો ઉંચકાયો છે. દરમિયાન હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગ મુજબ, આવનારા 5 દિવસ રાજ્યમાં હવામાન સુકુ રહેશે. વરસાદની કોઈ આગાહી નથી. આગામી દિવસોમાં ઠંડીનો પારો ગગડશે. બે દિવસ બાદ ગુજરાતમાં ઠંડીનું જોર વધશે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં બેથી ત્રણ ડિગ્રી લઘુતમ તાપમાનનો પારો ગગડશે, પવનની ગતિમાં વધારો થશે, અને કેટલાક વિસ્તારોમાં વાદળછાયુ વાતાવરણ રહેશે. ખાસ કરીને ઉત્તર ગુજરાત, કચ્છ, સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ઠંડીનું જોર વધશે.  

હવામાન નિષ્ણાતોએ 20 તારીખ સુધી ઠંડી-ગરમીની મિક્સ ઋતુ ચાલવાની આગાહી કરી છે. શિયાળાની વિદાય થાય એ વચ્ચે ઉત્તર ભારત પરથી એક મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થવાનું છે. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 25 ફેબ્રુઆરી સુધીમાં પસાર થશે. જેના લીધે ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં હિમ વર્ષા થશે. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે 21થી લઇને 26 ફેબ્રુઆરી વચ્ચે ઠંડીનો રાઉન્ડ જોવા મળી શકે છે.

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch