Sat,27 April 2024,2:16 am
Print
header

પક્ષ વિરોધી પ્રવૃતિ કરવાનો આરોપ, ગુજરાત કોંગ્રેસના મહિલા નેતા પ્રગતિ આહીરને છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ

અમદાવાદઃ ડિસેમ્બર 2022માં યોજાયેલી ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની શરમજનક હાર થઇ હતી, માત્ર 17 બેઠકો મેળવનારી કોંગ્રેસે હારના કારણો શોધવાનું શરૂ કર્યું છે. કોંગ્રેસે સત્ય શોધક સમિતિ બનાવી હતી. જેમાં હારના કારણોનું વિશ્લેષણ કરાયું છે. જે બાદ કોંગ્રેસે મોટું પગલું ભરતાં પક્ષ વિરોધી કામ કરનારા નેતાઓને સસ્પેન્ડ કર્યાં છે. જેમાં મહિલા સેવાદળના અધ્યક્ષ પ્રગતિ આહીરને પક્ષમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરાયા છે.       

ટીવી ડિબેટ્સ પર કોંગ્રેસનો પક્ષ મુકતાં પ્રગતિ આહીરને પક્ષે બહારનો રસ્તો બતાવી દીધો છે. થોડા સમય પહેલા રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં તેઓ સામેલ થયા હતા. ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં તેઓ કોંગ્રેસમાં ટિકિટના પ્રબળ દાવેદાર હતા. પોતાના વતન કેશોદમાં તેમણે આ માટે મહેનત કરી હતી. જો કે કૉંગ્રેસની ટિકિટ હિરાભાઈ જોટવાને મળી હતી. જેઓ ભાજપના ઉમેદવાર દેવા માલમ સામે હારી ગયા હતા. પ્રગતિએ ચૂંટણીમાં પાર્ટી વિરુદ્ધ કામ કર્યું હોવાના આરોપ લાગ્યા છે.

ઉલ્લેખનિય છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે રેકોર્ડ બ્રેક 156 સીટ જીતી હતી. ગુજરાતના ઈતિહાસમાં કોઈ પણ પક્ષને આટલી સીટ મળી નથી. જ્યારે કોંગ્રેસને અત્યાર સુધીના ઈતિહાસમાં સૌથી ઓછી માત્ર 17 સીટો જ મળી હતી. રાજ્યમાં પ્રથમ વખત ચૂંટણી લડતી આમ આદમી પાર્ટીને 5 તથા અન્યને 4 સીટ મળી હતી.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch