Sun,28 April 2024,8:13 am
Print
header

150 બેઠકો તરફ, શું આ વખતે ભાજપ માધવસિંહ સોલંકીનો રેકોર્ડ તોડશે ?

અમદાવાદઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામ જાહેર થઈ રહ્યા છે. હાલમાં 182 સીટના પ્રારંભિક વલણમાં ભાજપ 150, કોંગ્રેસ 19, આપ 9 અને અન્ય 4 સીટ પર આગળ છે. જે જોતા ભાજપ માધવસિંહ સોલંકીનો રેકોર્ડ તોડી શકે છે. ગુજરાતમાં સૌથી વધુ વિધાનસભા બેઠકો જીતીને મુખ્યમંત્રી બનવાનો રેકોર્ડ તેમના નામે છે. માધવસિંહ સોલંકી ગુજરાતના 7મા મુખ્યમંત્રી હતા. તેમણે 182 બેઠકમાંથી 149 બેઠક જીતી હતી. 

ચૂંટણી સભાઓમાં મોદી અને શાહ બધા જ રેકોર્ડ તોડવાની વાત વારંવાર કરી રહ્યાં હતા, અને હવે પરિણામો પણ ભાજપ તરફી દેખાઇ રહ્યાં છે, ત્યારે અંદાજ લગાવી શકાય છે કે ભાજપ આ વખતે નવો રેકોર્ડ બનાવી શકે છે, જો કે બધી બેઠકોના પરિણામ બાદ જ ચિત્ર સ્પષ્ટ થશે.

હાલની વાત કરીએ તો ચૂંટણી પંચની વેબસાઇટ મુજબ 172 સીટના વલણ સામે આવ્યાં છે. જેમાં ભાજપ 142, આમ આદમી પાર્ટી 7, કોંગ્રેસ 20 અને અન્ય 3 સીટ પર આગળ છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch