Fri,26 April 2024,5:42 am
Print
header

પિતા-પુત્રનું કૂવામાં મોત, ગોંડલના નવા ગામમાં કૂવામાં ડૂબી રહેલા પુત્રને બચાવવા પિતા કૂદી પડ્યાં હતા

ગોંડલ: ગોંડલ (Gondal)ના નવા ગામ (Nava Gam)માં ખૂબ જ દુખદ બનેલી ઘટનામાં પિતા-પુત્રના મોત (Father Son Death) થયા છે. મળતી વિગત પ્રમાણે મગફળી (Groundnut) ઉપાડવા એકત્રીત થયેલા હરેશભાઈ કંડોલીયા (Hareshbhai Kandoliya)ના પુત્ર દર્શનનો પગ લપસી જતા કુવામાં પડ્યો હતો, પિતા હરેશભાઈને જાણ થતાં તેઓએ પણ પોતાના પુત્રને બચાવવા માટે કૂવામાં કૂદકો (Jump in Well) માર્યો હતો. પોતાના પુત્રને બચાવવા જતા પિતાએ પણ પોતાના પ્રાણ ગુમાવ્યા હતા. ગણતરીની મીનિટો પહેલાં જ પરિવાર કુવા પાસે ચા પાણી (Tea Break) કરવા માટે બેઠો હતો.

ગોંડલ પંથકમાં થયેલા અતિ ભારે વરસાદ (Heavy Rain in Gondal)ને કારણે મગફળી સહિતના પાકોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. આ નુકસાન વચ્ચે ખેડૂતો હાલ મગફળી ઉપાડી રહ્યા છે. નવાગામ ખાતે રહેતા ખેતીવાડી કરીને પોતાનું ગુજરાન ચલાવતા હરેશભાઈ પત્ની-પુત્ર અને પોતાના પરિવાર સાથે ખેતરમાં મગફળી ઉપાડવા ગયા હતા. આ દરમિયાન 8 વર્ષનો એકનો એક પુત્ર દર્શન કુવા પાસેથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે અકસ્માતે કૂવામાં લપસી પડ્યો હતો. બૂમાબૂમ થતા હરેશભાઈએ પળવાર વિચાર કર્યા વગર પોતાના એકના એક પુત્રને બચાવવા કૂવામાં ઝંપલાવ્યું હતું. પરંતુ આ કરુણાંતિકામાં પિતા-પુત્ર બંનેના મોત નિપજ્યા હતા.

આ ઘટનાની જાણ સ્થાનીકોને થતાં તેઓએ ગોંડલ નગરપાલિકા ફાયર બ્રિગેડ (Fire Brigade)ને કરી હતી. ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને પિતા પુત્રના મૃતદેહને કૂવામાંથી બહાર કાઢ્યા હતા.

પિતા-પુત્રના મૃતદેહને પોસ્ટમોટર્મ (Post Morterm) માટે ગોંડલ સરકારી હોસ્પિટલ (Gondal Civil Hospital)માં ખસેડી આગળની કાર્યવાહી શરૂ કરી હતી. પિતા પુત્રના મોતથી નવાગામમાં શોકનો માહોલ સર્જાયો હતો.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch