Fri,26 April 2024,7:50 pm
Print
header

Geroge Flyod Case: અમેરિકાની કોર્ટનો ઐતિહાસિક નિર્ણય, પૂર્વ પોલીસકર્મીને ઠેરવ્યો દોષી

વોશિંગ્ટનઃ અશ્વેત જોર્જના મોત મામલે અમેરિકાની કોર્ટે ઐતિહાસિક નિર્ણય સંભળાવ્યો છે અશ્વેત જોર્જ ફ્લોયડના મોત મામલે કોર્ટે પૂર્વ પોલીસકર્મી ડેરેક ચાર્વિનને દોષી જાહેર કર્યો છે ગત વર્ષે 25 મેના રોજ જોર્જ અમેરિકન પોલીસ કર્મીની ક્રૂરતાનો શિકાર બન્યો હતો.પોલીસ કર્મીએ જોર્જની ગર્દન પર એટલી જોરથી પગ રાખ્યો હતો કે તેનો જીવ જતો રહ્યો હતો બાદમાં અમેરિકામાં જોરદાર વિરોધ પ્રદર્શનો થયા હતા.

અમેરિકાની કોર્ટે આ મામલે પોલીસકર્મીને દોષી જાહેર કરી નિર્ણય સંભળાવ્યો છે. સસ્પેન્ડેડ પોલીસ અધિકારી ડેરેક ચાર્વિનને હત્યા અને નરસંહાર મુદ્દે દોષી જાહેર કરાયો છે.આ ઘટના બાદ સમગ્ર અમેરિકા શ્વેત અને અશ્વેતોમાં વહેંચાઈ ગયું હતું. જે બાદ Blacklivesmatter અભિયાન અંતર્ગત વિશ્વમાં વિરોધ પ્રદર્શન થયા હતા.હવે જોર્જના લાખો સમર્થકોમાં ખુશીની લહેર ફરી વળી છે. સાત મહિલાઓ અને પાંચ પુરુષોની જ્યુરીએ મિની પોલીસના મિડવેસ્ટર્ન સિટીમાં આ નિર્ણય સંભળાવ્યો છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch