5 લાખની લીડથી બધી બેઠકો જીતવાનું સપનું તૂટી ગયું, પાટીલે કહ્યું અમારાથી ક્યાંક ભૂલ થઇ
પાલનપુરઃ ગુજરાતની તમામ 26 બેઠકો જીતીને હેટ્રિક કરવાનું ભાજપનું સપનું અધૂરું રહ્યું છે, લાખોની લિડથી જીવવાની સી.આર.પાટીલની વાતો માત્ર વાતો જ રહી ગઇ છે. બનાસકાંઠામાં ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીની હાર થઈ છે. બનાસની બેન ગેનીબેન ઠાકોરની જીત થઈ છે. આ સાથે લોકસભામાં 2014 બાદ કોંગ્રેસનું ગુજરાતમાં ખાતું ખૂલી ગયું છે. ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ગેનીબેન ઠાકોરને અભિનંદન પાઠવ્યાં છે.
પાકિસ્તાન બોર્ડરથી માંડ 30 કિ.મી દૂર આવેલી આ લોકસભા બેઠકમાં ભારે જંગ જામ્યો હતો. ગુજરાતની આ લોકસભા બેઠક પર બે મહિલાઓ સામસામે હતી. કોંગ્રેસના ગેનીબેન ઠાકોર અને ભાજપના રેખાબેન ચૌધરી વચ્ચે આ લડાઈ હતી અને અંતે ગેનીબેને બાજી મારતા 62 વર્ષ બાદ બનાસકાંઠાને મહિલા સાંસદ મળ્યાં છે. 1962 બાદ પ્રથમ વખત બનાસકાંઠા બેઠક પરથી મહિલાને સંસદમાં જવાનો મોકો મળશે. 1962માં ઝોહરાબેન ચાવડા કોંગ્રેસની ટિકિટ પર સાંસદ તરીકે ચૂંટાયા હતા.
બીજી તરફ અમરેલી, સાબરકાંઠા, પાટણ, આણંદમાં કોંગ્રેસની જીતની વાતો પોકળ સાબિત થઇ છે, ગુજરાતમાં અન્ય 25 બેઠકો પર કમળ ખિલ્યું છે, અગાઉ સુરતની બેઠક બિનહરિફ થઇ હતી અને આજે 24 બેઠકો પર ભાજપની જીત થઇ છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપના દબદબા વચ્ચે પણ અહીં ન ખીલ્યું કમળ - Gujarat Post | 2025-02-18 15:22:47
આ નગરપાલિકાઓમાં ભાજપનો કબજો, જાણો કોંગ્રેસ અને AAPની હાલત | 2025-02-18 14:39:37
ACB ટ્રેપઃ વસોની પલાણા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી આટલા રૂપિયાની લાંચ લેતા ઝડપાયા | 2025-02-17 21:25:46
અમેરિકાથી હાંકી કાઢવામાં આવેલા ભારતીયોની ત્રીજી બેચમાં 9 અમદાવાદીઓ સહિત 33 ગુજરાતી પરત ફર્યા- Gujarat Post | 2025-02-17 14:56:06
ACB નું ઓપરેશન... હજુ તો નોકરીની શરૂઆત જ છે અને આ PSI એ તોડ કરવાના ચાલુ કરી દીધા | 2025-02-17 08:44:52
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 5084 ઉમેદવારો મેદાનમાં, મહેમદાવાદમાં પ્રિસાઈડિંગ ઓફિસર નશાની હાલતમાં મળી આવ્યાં | 2025-02-16 13:07:35
Breaking News: હિંસાગ્રસ્ત મણિપુરમાં આખરે રાષ્ટ્રપતિ શાસન લાગુ કરાયું, મુખ્યમંત્રી પદેથી બિરેનસિંહે પહેલા જ આપ્યું છે રાજીનામું | 2025-02-13 20:55:49
કોંગ્રેસ નેતા પૂંજા વંશની પોલીસને ખુલ્લી ચીમકી, ખાખી ઉતારીને ભાજપમાંથી ચૂંટણી લડવા આવી જાજો | 2025-02-13 12:34:51
હાથરસ દુ્ર્ઘટના: કોઈનું હાડકું તૂટ્યું, કોઈનું લીવર ખરાબ થવાથી તો કેટલાકના ફેફસા ફાટવાથી મોત થયા, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો | 2024-07-04 09:06:05
ગૃહ, સંરક્ષણ, રેલ્વે અને કૃષિ ? જાણો મોદી કેબિનેટમાં કોને મળ્યાં આ મોટા મંત્રાલયો | 2024-06-10 20:16:01
ત્રીજી વખત વડાપ્રધાન બનતા જ મોદીને ચીને આપ્યાં અભિનંદન, કહ્યું- ભારત સાથે સંબંધો મજબૂત કરશે | 2024-06-10 09:26:06
બે વખત મેયર રહ્યાં બાદ મોદી 3.0માં પહેલીવાર સાંસદમાંથી સીધા મંત્રી બન્યાં, જાણો કોણ છે નિમુબેન બાંભણીયા | 2024-06-10 09:04:45
IND vs PAK: ન્યૂયોર્કમાં લહેરાવ્યો તિરંગો, ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને હરાવીને બનાવ્યો આ વર્લ્ડ રેકોર્ડ | 2024-06-10 07:33:33