Sat,27 April 2024,4:41 pm
Print
header

પૂર્વ IAS લાંગાના ભ્રષ્ટાચારનો ભોગ બનેલા 50 ખેડૂતોએ ગાંધીનગર કલેકટરને આવેદન પત્ર આપ્યું- Gujarat Post

એસ કે લાંગાના ભ્રષ્ટાચારનો ભોગ બનેલા ખેડૂતો સામે આવી રહ્યાં છે

પૂર્વ કલેક્ટર લાંગા પોલીસ કસ્ટડીમાં છે

ગાંધીનગરઃ પૂર્વ કલેક્ટર એસ.કે.લાંગાએ મુલાસણ સહિત આસપાસના વિસ્તારોની કરોડો રૂપિયાની જમીનમાં ભ્રષ્ટાચાર આચર્યો હતો.આ કેસમાં ભોગ બનેલા ખેડૂતોની સંખ્યા પણ દિનપ્રતિદિન વધતી જાય છે. મુલસાણા સહિત કલોલના ત્રણ ગામોના 50થી વધુ ભોગ બનનારા ખેડૂતોએ ગાંધીનગર કલેક્ટરને આવેદનપત્ર આપીને ન્યાયની માંગણી કરી હતી.

ખેડૂતોએ જણાવ્યું કે, સાણંદ તાલુકાના ભાવનપુરા ગામ તેમજ અણદેજ, મુલાસણા અને વાયણા ગામના ખેડૂતોના નામમાં સરકારી રેકર્ડ ઉપર ચેડાં કરી જમીનનો કબ્જો લઈને ગરીબ અભણ ખેડૂતો સામે એસ.કે.લાંગા અને તેના મળતીયાઓએ અન્યાય કર્યો છે. અગાઉ આ જ બાબતે ગામના ખેડૂતોએ જુલાઈ માસમાં એક આવેદનપત્ર આપી સરકાર પાસે ન્યાય માગ્યો હતો, પરંતુ  હજુ સુધી ખેડૂતોને ન્યાય મળ્યો નથી.

વારંવાર આ બાબતે રજૂઆત કરવામાં આવી હોવા છતાં કલેક્ટર કક્ષાએથી કોઇ કાર્યવાહી કરવામાં આવી છે કે કેમ તે અંગે પણ કોઇ માહિતી ખેડૂતોને આપવામાં આવી નથી. જેથી ખેડૂતોએ ફરીથી આવેદનપત્ર આપી સ્પષ્ટતા કરી હતી કે ગાંધીનગર જિલ્લા કલેકટર આ બાબતે હવે પછી ગંભીરતાથી કોઈ કાર્યવાહી નહીં કરે તો ભોગ બનેલા તમામ ખેડૂતો સત્યાગ્રહ છાવણી ખાતે ભૂખ હડતાલ કરી ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરશે.

એક ખેડૂતના કહેવા મુજબ લાંગા સામેની તપાસનો રિપોર્ટ આપવામાં આવતો નથી, જેના પરથી સરકાર આવા કૌભાંડીઓને છાવરી રહી હોવાનું સ્પષ્ટ થાય છે. ઉપરાંત કેટલાક રાજકારણીઓ પણ પોતાના પર કાદવ ન ઉછળે તે માટે રિપોર્ટમાં ઢીલાશ થાય તેમ ઈચ્છી રહ્યાં હોવાની ચર્ચાઓ છે.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch