Mon,20 May 2024,9:41 am
Print
header

શું શાહરૂખ ખાને અયોધ્યા રામ મંદિરમાં શીશ નમાવ્યું ? જાણો વાયરલ મેસેજની આ છે હકીકત

Gujaratpost Fact Check News: સોશિયલ મીડિયા પર દરરોજ આવા જ સમાચાર, ફોટા કે વીડિયો વાયરલ થાય છે જેનો સત્ય સાથે કોઈ સંબંધ નથી. આ સમાચાર મોટાભાગે કોઈ મોટી ઘટના સાથે જોડાયેલા અને શેર કરવામાં આવે છે. સામાન્ય લોકો સરળતાથી તેનો શિકાર બને છે અને તેને આગળ શેર કરવાનું શરૂ કરે છે. ફેક ન્યૂઝનો આજનો કેસ બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાન સાથે સંબંધિત છે. એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે શાહરૂખ અયોધ્યામાં રામ મંદિર પહોંચ્યો છે.  જો કે અમે આ દાવાની હકીકત તપાસી તો સત્ય કંઈક અલગ જ બહાર આવ્યું છે.

શાહરૂખ ખાનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં શાહરૂખ ખાન એક મંદિરમાં જોવા મળી રહ્યો છે. આ શેર કરતી વખતે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે શાહરૂખ ખાન અયોધ્યામાં રામ મંદિર પહોંચી ગયો છે. ફેસબુક પર આ વીડિયો શેર કરતી વખતે spshiv445 નામના યુઝરે લખ્યું- "શાહરુખ ખાન અયોધ્યા આવી ગયો છે." અન્ય એક યુઝરે સિદ્ધુ રાવે લખ્યું - "શાહરુખ સાહેબ પણ અયોધ્યા ગયા હતા, પરંતુ કેટલાક અંધ ભક્તો ખાન સાહબની તે ફિલ્મનો બોયકોટ કરી રહ્યાં હતા ? હિન્દુ, મુસ્લિમ, શીખ, ખ્રિસ્તી બધા એકબીજાના ભાઈ છે."

રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા 22 જાન્યુઆરીએ થઈ હતી. જેથી સોશિયલ મીડિયા પર આ દાવાની તપાસ કરતા જાણવા મળ્યું કે, સૌથી પહેલા અમે શાહરૂખ ખાનના અયોધ્યા જવા સાથે જોડાયેલા સમાચાર ગુગલમાં સર્ચ કર્યાં. જો કે, અમને ક્યાંય એવા કોઈ સમાચાર મળ્યાં નથી જેમાં શાહરૂખ અયોધ્યા જવાનો ઉલ્લેખ હોય. વધુ સર્ચ કરવા પર, અમને જાણવા મળ્યું કે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં શાહરૂખ નહીં પરંતુ ઘણા મોટા ફિલ્મ સ્ટાર્સે હાજરી આપી હતી. આ કોઇ જૂનો ફોટો છે અને તેને રામમંદિર સાથે જોડી દેવામાં આવ્યો છે. શાહરૂખ અયોધ્યા ગયો છે તે દાવો ખોટો છે.

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch