Mon,20 May 2024,9:36 am
Print
header

Fact Check News: શું મોદી સરકાર ટ્રેક્ટર ખરીદવા 50 ટકા સબસિડી આપી રહી છે ? લિંક પર ક્લિક કરતા પહેલા જાણી લો હકીકત નહીંતર... Gujarat Post

(Photo: PIB Fact Check X handle)

Fact Check News: નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોની આવક વધારવા અને તેમને મદદ કરવા માટે અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. દેશના કરોડો ખેડૂતો પણ આ યોજનાઓનો લાભ લઈ રહ્યાં છે. આ યોજનાઓની મદદથી નાણાંકીય સહાય પૂરી પાડવામાં આવે છે. જ્યાં સરકાર ખેડૂતો માટે નવી નવી યોજનાઓ લઈને આવી રહી છે, તે જ સમયે સોશિયલ મીડિયા પર કેટલીક નકલી યોજનાઓની માહિતી પણ વાયરલ થઈ રહી છે. જે ખેડૂતો માટે પણ નુકસાનકારક છે.

Fact Check News:

કિસાન ટ્રેક્ટર યોજના 2024 વેબસાઈટ છે, જે દાવો કરે છે કે પીએમ કિસાન ટ્રેક્ટર યોજના 2024 એપ્લિકેશન હેઠળ, પાત્ર ખેડૂતોને ટ્રેક્ટરની ખરીદી પર કેન્દ્ર સરકાર તરફથી કિંમતની 50 ટકા સબસિડી આપવામાં આવશે. આ વેબસાઇટ પર દાવો કરવામાં આવી રહ્યો છે કે કેન્દ્ર સરકાર દ્વારા 50 ટકા સબસિડી આપવામાં આવી રહી છે અને ખેડૂતોને અડધી કિંમતે ટ્રેક્ટર મળશે. આજે અમે તમને આ વાયરલ સ્કીમનું સત્ય જણાવવા જઈ રહ્યાં છીએ.

Fact Check News:

પીએમ કિસાન ટ્રેક્ટર યોજના હેઠળ 50 ટકા સબસિડી આપવામાં આવી રહી છે, તેથી ઘણા ખેડૂતો આ યોજના માટે અરજી કરવા માંગે છે. જો તમને સોશિયલ મીડિયા, પોસ્ટ અથવા અન્ય કોઈ માધ્યમ દ્વારા આ સંબંધમાં માહિતી મળી રહી છે, તો તમારે આ યોજના માટે અરજી કરતા પહેલા એકવાર સત્ય જાણવું જોઈએ.

Fact Check News:

ફેક્ટ ચેકમાં આ સ્કીમ અંગે ચોંકાવનારી માહિતી સામે આવી છે. PIB ફેક્ટચેક અનુસાર, સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન ટ્રેક્ટર યોજના ચલાવવામાં આવી રહી નથી. પીએમ કિસાન ટ્રેક્ટર યોજનાની વેબસાઈટ ઈન્ટરનેટ પર છે. તેમ છતાં સરકાર દ્વારા વેબસાઈટ અને યોજનાનો અમલ કરવામાં આવતો ન હોવાનું સામે આવ્યું છે. તે સ્પષ્ટ છે કે પીએમ કિસાન ટ્રેક્ટર યોજના એક નકલી યોજના છે અને હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા આવી કોઈ યોજના ચલાવવામાં આવી રહી નથી.

તમારે આ સ્કીમ માટે અરજી કરવી જોઈએ નહીં, કારણ કે આ સ્કીમ નકલી છે. તેથી, આવી નકલી વેબસાઇટ્સથી દૂર રહો અને PM કિસાન ટ્રેક્ટર યોજના માટે જારી કરાયેલી નકલી વેબસાઇટ્સ પર અરજી કરશો નહીં. આવી સ્થિતિમાં, અમે તમને સલાહ આપીશું કે તમારે નકલી યોજનાઓથી સાવચેત રહેવાની જરૂર છે. અત્યાર સુધી આવી અનેક નકલી સ્કીમોની વેબસાઈટ પણ બંધ કરવામાં આવી છે. ટ્રેકટરની સબસિડીને લગતી માહિતી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની વેબસાઇટ પર ઉપલબ્ધ હોય છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch