Mon,20 May 2024,8:48 am
Print
header

Fact Check: તમામ ઓળખપત્રોમાં નામ, સ્પેલિંગ, જોડણી એક સમાન હોવાનો ગુજરાત સરકારે કોઇ પરિપત્ર બહાર પાડ્યો નથી, આ વાઇરલ પત્ર ખોટો છે

Gujarat Post Fact Check News: સોશિયલ મીડિયા પર કોઈને કોઈ અહેવાલ વાયરલ થતા હોય છે. જેમાં ઘણા ખોટા અહેવાલો  હોય છે. આવો જ એ મેસેજ હાલ વાયરલ થયો છે. જેમાં લખવામાં આવ્યું છે કે તમામ ઓળખપત્રામાં એક સમાન નામ, સ્પેલિંગ અને જોડણી હોવા જરૂરી છે. જો કે આ દાવો ખોટો છે.

ગુજરાત સરકાર સમાન્ય વહીવટી વિભાગના નામે વાયરલ થયેલા પત્રમાં લખવામાં આવ્યું છે કે સરકાર દ્વારા ઝડપી નિકાલ, પારદર્શિતા તેમજ કાર્યક્ષમતામાં વધારો થાય તે હેતુસર આ નિયમો અમલમાં મુકવામાં આવ્યાં છે. જે અન્વયે વંચાણે લીધેલા ક્રમાંક 1 થી 3 દ્વારા સૂચનાઓ પરિપત્ર કરેલ છે, જે અન્વયે ભારત દેશના દરેક નાગરિકે પોતાના આધારાકાર્ડ, ચૂંટણી કાર્ડ, પાનકાર્ડ, પાસપોર્ટ, રેશનકાર્ડ, ડ્રાઈવિંગ લાયન્સ તેમજ અન્ય તમામ ઓળખપત્રોમાં પોતાના નામ, એક સમાન સ્પેલિંગ તેમજ એક સમાન જોડાણી હોવી જરૂરી છે. જો ગુજરાતી તથા અંગ્રેજીમાં જોડણી તેમજ સ્પેલિંગની ભૂલો હશે તો કોઈ પણ ડોક્યુમેન્ટ માન્ય ગણવામાં આવશે નહીં, તેમજ કચેરીઓમાં અમલી ગણાશે નહીં. આ સૂચનાનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

Gujarat Post Fact Check News: જો કે અમારી તપાસમાં આવો કોઈ પરિપત્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યો હોવાનું ધ્યાનમાં આવ્યું નથી. અમે આ મામલે જે તે વિભાગના સરકારી અધિકારીનો ટેલિફોનીક સંપર્ક કરીને આ પત્ર વિશે વધુ જાણકારી મેળવી તો તે ખોટો હોવાનું જાણવા મળ્યું, અમે ગુજરાત સરકારની સરકારી વેબસાઇટો પણ તપાસી ત્યાં પણ અમને આવી કોઇ માહિતી મળી નથી. જેથી આ દાવો બોગસ છે. જો તમને પણ આવો પત્ર મળ્યો હોય તો બીજા લોકોને ફોરવર્ડ કરવાનું ટાળજો, આવા ખોટા મેસેજ સોશિયલ મીડિયા પર વાઇરલ કરવા જોઇએ નહીં.

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch