Sat,27 July 2024,11:26 am
Print
header

Exit Poll Result: દેશમાં સતત ત્રીજી વખત મોદી સરકાર, એક્ઝિટ પોલમાં NDA ને 350 થી વધુ બેઠકો મળવાનો દાવો

લોકસભાની 543 બેઠકોમાંથી 350 થી વધુ બેઠકો પર એનડીએની જીતનો દાવો

ઉત્તર પ્રદેશમાં 80 બેઠકોમાંથી 67-72 બેઠકો પર એનડીએની જીતનો દાવો

મોદી ત્રીજી વખત વડાપ્રધાન બનશે, કોંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધનનો સફાયો

બધા જ એક્ઝિટ પોલમાં એનડીએ 350 થી વધુ બેઠકો પર જીતી રહી છે

નવી દિલ્હીઃ આજે દેશમાં લોકસભા ચૂંટણીનું સાતમાં અને અંતિમ તબક્કાનું મતદાન પૂર્ણ થઇ ગયું છે અને જુદા જુદા એક્ઝિટ પોલ આવવાના શરૂ થઇ ગયા છે, જે મુજબ દેશમાં સતત ત્રીજી વખત મોદી સરકાર આવી રહી છે, જનતાએ ફરી એક વખત મોદી અને ભાજપને પસંદ કર્યાં હોવાનો દાવો કરાયો છે. દેશમાં એનડીએની સરકાર બની રહી છે અને ઇન્ડિયા ગઠબંધન નિષ્ફળ થઇ ગયું છે.

ગુજરાતમાં 26 માંથી 23 બેઠકો મળવાનો અંદાજ, બે બેઠકો પર કોંગ્રેસ જીતી શકે છે

ગુજરાતમાં ભાજપનો વોટશેર વધી શકે છે

India News-D-Dynamics Exit Poll  એનડીએ ફરી સત્તામાં

ઈન્ડિયા ન્યૂઝ-ડી-ડાયનેમિક્સે  એક્ઝિટ પોલમાં NDAની પાછી એન્ટ્રીની વાત કરી છે. NDAને 371 બેઠકો મળવાનો દાવો છે, જ્યારે ઇન્ડિયા ગઠબંધનને 125 અને અન્યને 47 બેઠકો મળી શકે છે.

Republic TV-P MARQ Exit Poll: ફરીથી મોદી સરકાર

Republic TV-P MARQ Exit Poll મુજબ NDA 359 સીટો સાથે ત્રીજી વખત સત્તામાં પરત આવશે, ભારત ગઠબંધનને 154 બેઠકો અને અન્યને 30 બેઠકો મળવાની શક્યતા છે.

Republic Bharat-MATRIZE Exit Poll: ભાજપને ફરીથી ફાયદો

રિપબ્લિક ભારત-મેટરાઇઝના એક્ઝિટ પોલ અનુસાર દિલ્હીમાં NDAને 5-7 સીટો મળવાની શક્યતા છે. ભારત ગઠબંધનને 0-2 બેઠકો મળી શકે છે. એક્ઝિટ પોલમાં ભાજપ 350 પાર, I.N.D.I.A.ને 125થી 150 બેઠકો મળવાનો દાવો.

ઉત્તર પ્રદેશમાં ભાજપને 80 માંથી 67-82 બેઠકો મળવાનો અંદાજ

બિહારમાં 29-33 બેઠકો એનડીએને,7 થી 10 બેઠકો પર ઇન્ડિયા ગઠબંધનને મળી શકે છે, અપક્ષને 2 બેઠકો મળી શકે છે.
કેરળમાં ભાજપને 1-2 બેઠકો જ મળી શકે છે. રાજસ્થાનમાં 21-23 બેઠકો પર ભાજપની જીત થઇ શકે છે. મહારાષ્ટ્રમાં એનડીએને 48 માંથી 26, ઇન્ડિયા ગઠબંધનને 23 થી 25 બેઠકો મળવાની શક્યતા છે. ઓડિસામાં ભાજપને 15-17 બેઠકો મળી શકે છે. બીજુ જનતા દળને 4-6 બેઠકો મળી શકે છે. છત્તીસગઢમાં ભાજપને 10-11 અને અન્યને 1 બેઠક મળી શકે છે. તેલંગાણામાં એનડીએને 7-9, ઇન્ડિયા ગઠબંધનને પણ 7 જેટલી બેઠકો મળવાની શક્યતા છે.

આંધ્રપ્રદેશમાં એનડીએને 21-24 બેઠકો મળવાની શક્યતા છે, કર્ણાટકમાં એનડીએને 18-22 અને કોંગ્રેસને 5-8 બેઠકો મળવાની શક્યતા છે. તમિલનાડુમાં ભાજપને માત્ર 2-4 અને ઇન્ડિયા ગઠબંધનને 33-37 બેઠકો મળવાની ધારણા છે. રાજધાની દિલ્હીમાં ભાજપને 6-7 બેઠકો, કોંગ્રેસને માત્ર 1 બેઠક અને આપના સૂપડાં સાફ થઇ જાય તેવી શક્યતા છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch