Sat,27 April 2024,3:11 am
Print
header

ટ્રમ્પને મોટો ઝટકો, યૌન શોષણ કેસમાં અમેરિકન કોર્ટે દોષી ઠેરવ્યાં, 50 લાખ ડોલરનો ફટકાર્યો દંડ- Gujarat Post

(file photo)

વોશિંગ્ટનઃ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મેનહટન ફેડરલ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે યૌન શોષણ અને માનહાનિ કેસમાં કોર્ટે ટ્રમ્પને 50 લાખ ડોલરનો દંડ ફટકાર્યો છે. હકીકતમાં, ટ્રમ્પ યૌન શોષણના આરોપોનો સામનો કરી રહ્યાં હતા.

જજે કહ્યું ટ્રમ્પે 1990 ના દાયકામાં મેગેઝિન લેખક ઇ. જીન કેરોલનું જાતીય શોષણ કર્યું અને પછી તેણીને બદનામ કરી હતી. નવ સભ્યોની બેંચે ટ્રમ્પને 50 લાખ ડોલર ચૂકવવાનો આદેશ આપ્યો હતો. આ મામલામાં 25 એપ્રિલથી શરૂ થયેલી સુનાવણી દરમિયાન ટ્રમ્પ ગેરહાજર રહ્યાં હતા.

ટ્રમ્પે રાષ્ટ્રપતિ પદે રહીને મહિલાને કરોડો ડોલર આપીને મામલો દબાવ્યો હતો

ટ્રાયલ દરમિયાન પીડિતાએ જુબાની આપી હતી કે 70 વર્ષીય ટ્રમ્પે 1995 અથવા 1996માં મેનહટનમાં બર્ગડોર્ફ ગુડમેન ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાં ડ્રેસિંગ રૂમમાં તેની સાથે બળાત્કાર કર્યો હતો. આટલું જ નહીં ઓક્ટોબર 2022માં તેણે પોતાના ઈન્ટરનેટ પ્લેટફોર્મ પર એક પોસ્ટ લખીને તેની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડ્યું હતું. 2017 થી 2021 સુધી યુએસના પ્રમુખ રહેલા ટ્રમ્પ હાલ રિપ્બિલકન પ્રમુખ પદના નોમિનેશન માટેના ઓપિનિયન પોલમાં આગળ છે. આ નિર્ણયથી તેમને મોટો ફટકો પહોંચી શકે છે.   દોષી જાહેર થયા બાદ ટ્રમ્પે  તેને અપમાન ગણાવ્યું હતું.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch