Fri,26 April 2024,4:50 pm
Print
header

ચીન જેવા દુશ્મનોને ભારત તેની જ ભાષામાં જવાબ આપે છેઃ મોહન ભાગવત

નાગપુર: દશેરાના પ્રસંગે દર વર્ષની જેમ આ વખતે પણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નાગપુર ખાતેના હેડક્વાર્ટરમાં શસ્ત્રપૂજા કરવામાં આવી. સંઘ પ્રમુખ મોહન ભાગવતે પોતાના સંબોધનમાં કહ્યું કે ભારતમાં કોરોનાથી નુકસાન ઓછું છે. તેમણે કહ્યું કે કોરોનાના કારણે અનેક વિષયો પર ચર્ચા થઈ શકી નહીં. કહ્યું કે, 'વિશ્વના અન્ય દેશોની સરખામણીમાં આપણો દેશ સંકટની આ વિકટ પરિસ્થિતિનો સામનો વધુ સારી રીતે કરી શક્યો છે. ભારતમાં આ મહામારીની વિનાશકતાનો પ્રભાવ અન્ય દેશોની સરખામણીએ ઓછો જોવા મળી રહ્યો છે. તેના અનેક કારણ છે.

ચીન પર આકરા પ્રહાર

ભાગવતે કહ્યું કે આ મહામારીના સંદર્ભમાં ચીનની ભૂમિકા શંકાસ્પદ રહી એ તો કહી જ શકાય પરંતુ પોતાના આર્થિક વ્યૂહાત્મક બળના કારણે ભારતની સરહદો પર જે પ્રકારે અતિક્રમણનો પ્રયત્ન કર્યો તે તો આખા વિશ્વ સમક્ષ સ્પષ્ટ છે. ભારતનું પ્રશાસન, શાસન, સેના અને જનતા બધાએ આ આક્રમણ સામે અડગ રહીને પોતાના સ્વાભિમાન, દૃઢ નિશ્ચય તથા વીરતાનો ઉજ્જવળ પરિચય આપ્યો. જેનાથી ચીનને અન-અપેક્ષિત ધક્કો મળ્યો લાગે છે. આ પરિસ્થિતિમાં આપણે સજાગ રહીને દૃઢ રહેવું પડશે. 

મોહન ભાગવતે કહ્યું કે શ્રીલંકા, બાંગ્લાદેશ, બ્રહ્મદેશ, નેપાળ આવા આપણા પાડોશી દેશ, જે આપણા મિત્ર પણ છે અને વિપુલ પ્રમાણમાં સમાન પ્રકૃતિના દેશ છે. તેમની સાથે આપણે આપણા સંબંધોને વધુ મિત્રતાપૂર્ણ બનાવવામાં આપણી ઝડપ કરવી જોઈએ. આપણી સેનાની અતૂટ દેશભક્તિ અને અદમ્ય વીરતા, આપણા શાસનકર્તાઓનું સ્વાભિમાની વલણ તથા આપણે બધા ભારતના લોકોના અદમ્ય નીતિ-ધૈર્યનો પરિચય ચીનને પહેલીવાર મળ્યો છે. 

તેમણે કહ્યું કે આપણે બધા સાથે મિત્રતા ઈચ્છીએ છીએ.તે આપણો સ્વભાવ છે. પરંતુ આપણી સદભાવનાને દુર્બળતા માનીને પોતાના બળના પ્રદર્શનથી કોઈ ભારતને ઈચ્છે તેમ નચાવી લે, તે બની શકે નહીં. આવું દુ:સાહસ કરનારાઓએ હવે આ વાત સમજી લેવી જોઈએ. તેમને ચીન પર પ્રહાર કરીને કહ્યું કે ભારત કોઇ પણ દુશ્મનને જવાબ આપવા તૈયાર છે.

સંઘ પ્રમુખે કહ્યું કે સમાજમાં કોઈ પણ પ્રકારના અપરાધની અથવા અત્યાચારની ઘટના ઘટવી જોઈએ નહીં. અત્યાચારી અને અપરાધિક પ્રવૃતિના લોકો પર પૂર્ણ નિયંત્રણ રહે અને આમ છતાં ઘટનાઓ ઘટે તો તેમાં દોષિત વ્યક્તિ તરત પકડાય અને તેને કડક સજા થવા જોઈએ.આ બધુ શાસન પ્રશાસને સુનિશ્ચિત કરવું જોઈએ. હિન્દુત્વ પર વાત કરતા ભાગવતે કહ્યું કે હિન્દુત્વ એક એવો શબ્દ છે જેના અર્થને પૂજન સાથે જોડીને સંકૂચિત કરી દેવાયો છે. સંઘની ભાષામાં તેનો સંકુચિત અર્થમાં ઉપયોગ થતો નથી. તે શબ્દ પોતાના દેશની ઓળખને, આધ્યાત્મ આધારિત તેની પરંપરાના સનાતન સાતત્ય સાથે અભિવ્યક્તિ આપનારો શબ્દ છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch