Fri,26 April 2024,6:07 am
Print
header

દુબઈએ યાત્રા પરના પ્રતિબંધ હળવા કર્યાં, ભારત સહિત આ દેશના લોકો કરી શકશે મુસાફરી

નવી દિલ્હીઃ દુબઈએ ભારત સહિત અન્ય દેશોમાંથી આવતાં પ્રવાસીઓ માટે યાત્રા પ્રતિબંધમાં ઢીલાશ મુકી છે. જો કે મુસાફરોએ યુએઈ દ્વારા સ્વીકૃત કોવિડ-19 રસીના બંને ડોઝ લેવા જરૂરી છે. ગલ્ફ ન્યૂઝના અહેવાલ મુજબ દુબઈએ ભારત, દક્ષિણ આફ્રિકા તથા નાઇઝિરિયાથી આવતાં પ્રવાસીઓને દુબઈની યાત્રા પ્રોટોકોલમાં છૂટ આપી દીધી છે.આ નિયમો અંતર્ગત જે લોકો પાસે રેસિડેન્ટ વિઝા હશે તેઓ આવી શકશે. શેખ મંસૂર બિન  મોહમ્મદ બિન રાશિદ મખ્તૂમની આગેવાનીમાં બનેલી સિમિતિએ આ નિર્ણય લીધો હતો.

રિપોર્ટ મુજબ યુએઈ સરકારે જે ચાર રસીને માન્યતા આપી છે તેમાં સિનોફાર્મા, ફાઇઝર-બાયોએનટેક, સ્પૂતનિક-વી તથા ઓફ્સફોર્ડ-એસ્ટ્રાજેનેકા સામેલ છે. નાઇઝિરિયા અને દક્ષિણ આફ્રિકાથી નોન રેસિડેન્ટ વિઝા ધરાવતાં લોકો પણ મુસાફરી કરી શકશે. રિપોર્ટ મુજબ આ બંને દેશમાંથી આવતાં પ્રવાસીએ ઉડાનના 48 કલાક પહેલા આરટીપીસીઆ નેગેટિવ રિપોર્ટ પણ સાથે લાવવો પડશે, જ્યારે ભારતથી આવતાં મુસાફરોએ ચાર કલાક પહેલાનો નેગેટિવ રેપિડ રિપોર્ટ સાથે લાવવો જરૂરી છે.નહીંતર ભારતીય મુસાફરોને 24 કલાક કવોરન્ટાઈન કરાશે.

કોરોના વાયરસના વધતાં કેસને જોતાં દુબઈ સહિત અનેક દેશોએ હવાઈ મુસાફરી પર રોક લગાવી દીધી હતી. જો કે દુબઈ તરફથી મોટું પગલું લેવામાં આવ્યું છે ભારતીય મુસાફરોને પ્રતિબંધમાં ઢીલ આપવામાં આવી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch