Thu,02 May 2024,4:41 pm
Print
header

વડોદરા જતા પહેલા વાંચી લો આ સમાચાર, પીએમ મોદીની સભાને લઈ આ રસ્તાઓ પર અપાયા છે ડાયવર્ઝન- Gujarat Post

વડોદરાઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. તેઓ આજે નવલખી ગ્રાઉન્ડમાં જાહેરસભાને સંબોધશે. જેને ધ્યાનમાં લઇને નાગરિકોને અગવડ ના પડે તે માટે ટ્રાફિકનું ડાયવર્ઝન કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રીની જાહેર સભાને અનુલક્ષીને હરણી જૂના જકાતનાકા સર્કલ, એરપોર્ટ, માણેક પાર્ક  સર્કલ, અમિત નગર બ્રિજ, એલ એન્ડ ટી સર્કલ, ઇએમઇ સર્કલ, ફતેગંજ બ્રિજ, પંડયા બ્રિજ, અટલ બ્રિજ, દિવાળીપુરા ચાર રસ્તા, કળશ સર્કલ ગાય સર્કલ, અકોટા  દાંડિયાબજાર બ્રિજ થઇ નવલખી ગ્રાઉન્ડ સુધીના માર્ગ પર તમામ વાહનો માટે નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. તેમજ આ રૂટ પર આવતા તમામ માર્ગો પર પણ નો એન્ટ્રી જાહેર કરીને ડાયવર્ઝન આપવામાં આવ્યાં છે.

વડોદરા શહેર તથા ગ્રામ્ય, આણંદ, ખેડાથી આવતા વાહનો માટે જાહેર સભાને અનુલક્ષીને ડ્રોપ પોઇન્ટ અને પાર્કિંગ પ્લોટની અલગ- અલગ સ્થળે વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રધાનમંત્રીની જાહેરસભાને અનુલક્ષીને ટ્રાફિક પોલીસ દ્વારા સભામાં આવતા વાહનો માટે અલગ - અલગ ડ્રોપ પોઇન્ટ અને  પાર્કિંગ પ્લોટની વ્યવસ્થા કરવામાં આવી છે. ખેડા જિલ્લામાંથી આવતા વાહનો માટે બીએસએનએલ ત્રણ રસ્તા ડ્રોપ  પોઇન્ટ રહેશે. પાર્કિંગ માટે રેલવે પરેડ ગ્રાઉન્ડ, અંબાલાલ પાર્ક, પારસી અગિયારી, સયાજી હોટલ અને જેલ કંપાઉન્ડમાં વ્યવસ્થા કરાઇ છે.

વડોદરા ગ્રામ્યમાંથી આવતા વાહનો માટે રાજમહેલ ગેટ , મહારાણી નર્સિંગ હોમ તથા બીએસએનએલ ત્રણ રસ્તા ડ્રોપ પોઇન્ટ છે. વાહનો માટે પાર્કિંગની વ્યવસ્થા પ્રતાપ નગર હેડ ક્વાર્ટર, લાલબાગ બ્રિજ, તિબેટિયન માર્કેટ, ફટાકડા ગ્રાઉન્ડ પર કરાઇ છે. વડોદરા શહેરમાંથી આવતી બસો માટે ડ્રોપ પોઇન્ટ રાજમહેલ ગેટ તથા પાર્કિંગ માટે પોલો ગ્રાઉન્ડ પર વ્યવસ્થા કરવામાં આવી છે.  

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch