Fri,26 April 2024,9:06 am
Print
header

હવે પાકિસ્તાની સેનાએ દીપિકા પાદુકોણનાં વખાણ કર્યા ! JNU વિદ્યાર્થીઓને સપોર્ટ બદલ પ્રસંશા

નવી દિલ્હી: દેશમાં નાગરિતા કાયદાની આડમાં નિમ્ન કક્ષાની રાજનીતિ થઇ રહી છે, તેમાં હવે બોલીવુડના સીતારાઓ પણ કૂદી પડ્યાં છે, જેએનયુ હિંસાના નામે વિદ્યાર્થીઓનો ઉપયોગ કરીને હવે તેમના નામે રાજનીતિ થઇ રહી છે, ફિલ્મ સ્ટાર દીપિકા પાદુકોણે જેએનયુ કેમ્પસમાં પહોંચી હતી અને કનૈયાકુમારની હાજરીમાં તેને કહ્યું હતુ કે તમારી લડાઇથી હું ગર્વ અનુભવી રહી છું, એક રીતે હિંસા અટકાવવાની જગ્યાએ લોકોને ભડકાવવાનું કામ થઇ રહ્યું છે, હવે આ જ મામલો પાકિસ્તાનમાં પણ પહોંચી ગયો છે, ભારતને બદનામ કરવાની એક પણ તક ન છોડનારી પાકિસ્તાની સેનાએ દીપિકાના વખાણ કર્યા છે.

પાકિસ્તાન આર્મીના પ્રવક્તા જનરલ આસીફ ગફુરે ટ્વીટ કર્યું હતુ કે દીપિકાએ જે કામ કર્યું છે તે પ્રશંસનીય છે, યુવાઓ અને સત્ય સાથે ઉભા રહેવા બદલ વખાણ કર્યા હતા, લખ્યું હતુ કે તમારે સન્માન મેળવવા મુશ્કેલીના સમયમાં ખુદને બહાદુર સાબિત કરવા પડે.

જો કે ટ્રોલ થયા પછી તેમને ટ્વીટ ડિલીટ કરી નાખ્યું હતુ, જેની સામે ગફૂર પર કટાક્ષ કરતા લોકોએ કહ્યું હતુ કે હવે મને ટ્વિટ ડિલીટ કરવા દો અને સરેન્ડર કરવા દો..ગફૂરની પણ લોકોએ આવી રીતે મજાક કરી હતી, બીજી તરફ દીપિકાની છપાક ફિલ્મનો બહિષ્કાર કરવા ભાજપના કાર્યકરો અને સમર્થકો મેદાને લાગ્યા છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch