Fri,26 April 2024,8:41 am
Print
header

જ્હોન્સન એન્ડ જ્હોન્સનનો દાવો, ડેલ્ટા વેરિએન્ટ પર અસરકારક છે સિંગલ ડોઝવાળી રસી

વોંશિગ્ટનઃ અમેરિકન ફાર્મા કંપની જ્હોન્સન એન્ડ જ્હોન્સને દાવો કર્યો છે કે કંપની દ્વારા નિર્મિત સિંગલ ડોઝ કોવિડ-19 વિરોધી રસી વાયરસના ડેલ્ટા વેરિએન્ટની સામે અસરકારક છે. સિંગલ ડોઝવાળી રસી ગંભીર કે ખૂબ ગંભીર બીમારી સામે 85 ટકા અસરકારક સાબિત થઇ છે. કંપનીનો દાવો છે કે તેનાથી લોકોને હોસ્પિટલમાં દાખલ થવાથી અને મૃત્યુથી બચાવશે. રસી લગાવનાર 8 લોકોના લોહીના સેમ્પલ્સ દ્વારા વાત સામે આવી છે કે આ વેક્સીન ડેલ્ટા સહિત તમામ પ્રકારના વેરિએન્ટ્સ સામે અસરકારક છે.

જ્હોન્સન એન્ડ જ્હોન્સનના ચીફ સાઇન્ટીફિક ઓફિસર પોલ સ્ટોફલ્સે કહ્યું કે આજે જે સ્ટડીનું એલાન થયું છે, તે અનુસાર જ્હોન્સન એન્ડ જ્હોન્સનની વેક્સિન વિશ્વભરના લોકોનો જીવ બચાવવામાં મદદરૂપ બનશે. દાવો કરવામાં આવ્યો છે કે વેક્સિનના પહેલા ડોઝના 29 દિવસોની અંદર ડેલ્ટા વેરિએન્ટને બેઅસર કરી દીધો હતો. કંપનીએ કહ્યું કે દક્ષિણ આફ્રીકા અને બ્રાઝિલ સહિત વૈશ્વિક સ્તર પર વેક્સિનની અસર એક સરખી હતી.

સ્ટડી દરમિયાન આ ક્ષેત્રોમાં બીટા અને જીટા વેરિએન્ટ્સના કેસ વધુ મળ્યાં હતા. જ્હોન્સન એન્ડ જ્હોન્સનના એક અધિકારી જોહાન વાન હૂફે કહ્યું કે અમે ખૂબ ખુશ છીએ. અમે તે વાતને લઇને નિશ્ચિંત છીએ કે આ વેક્સિનના બુસ્ટર ડોઝની કોઇ જરૂર નથી અને તે તમામ વેરિએન્ટ્સ પર અસરકારક છે. હાલના આંકડાઓના આધારે હૂંફે કહ્યું કે કંપનીનું માનવું છે કે જે લોકોને તેનો ડોઝ અપાયો છે, તેમને એક વર્ષની અંદર બૂસ્ટર ડોઝની જરૂર નહીં પડે. તેમણે કહ્યું કે જો જરૂર પડી તો અમને નથી લાગતું કે ફોર્મ્યુલેશન બદલવું પડશે.

આપને જણાવી દઇએ કે સરકાર પણ જ્હોન્સન એન્ડ જ્હોન્સનની રસી અંગે વાત કરી રહી છે. હાલમાં જ જ્હોન્સન એન્ડ જ્હોન્સનના ભારતીય એકમના પ્રવક્તાએ સમાચાર એજન્સી એએનઆઇને કહ્યું હતું કે, ડીસીજીઆઇની હાલની જાહેરાત અનુસાર હવે ભારતમાં કોરોના વિરોધી રસીએ ક્લીનિકલ સ્ટડીઝને પૂરી કરવાની કોઇ જરૂર નથી. અમે ભારત સરકારની સાથે ચર્ચા કરી રહ્યાં છીએ અને તે જાણી રહ્યા છીએ કે ભારતમાં પોતાની સિંગલ ડોઝ વેક્સિન આપવાની અમારી ક્ષમતાને કઇ રીતે વધારી શકીએ.

https://www.facebook.com/gujaratpostina

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch