Sat,27 April 2024,6:22 am
Print
header

દેશમાં કોરોના વાયરસની ત્રીજી લહેરને લઇને મોટા સમાચાર, જાણો AIIMSના ડૉ. ગુલેરીયાએ શું કહ્યું ?

નવી દિલ્હી: સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીએ રીતસરનો હાહાકાર મચાવ્યો હતો. જો કે હવે દુનિયા સહિત ભારતમાં કોરોના સંક્રમણ ધીમે-ધીમે નબળુ પડી રહ્યું છે. બે મહિના કરતાં વધુ સમયથી દેશમાં પ્રતિદિન કોરોના સંક્રમણના 50 હજારથી ઓછા નવા કેસો સામે આવી રહ્યાં છે. આ બધાની વચ્ચે દિલ્હી એઈમ્સના ડિરેક્ટર ડૉ રણદીપ ગુલેરિયાએ મોટું નિવેદન આપ્યું છે.

ડૉ.ગુલેરિયા કહ્યું છે કે, કોરોના વાયરસ હવે મહામારી નથી રહી. પરંતુ લોકોએ જાગૃત રહેવાની જરૂર છે, કોરોના વેક્સિન ન લીધી હોય, ત્યાં સુધી વધારે સતર્ક રહેવાની જરૂર છે. ખાસ કરીને લોકોએ તહેવારો દરમિયાન ભીડથી બચવું જોઈએ.

એઈમ્સ ડિરેક્ટર ડૉ ગુલેરીયાનું કહેવું છે કે, ' ભારતમાં હવે પ્રતિદિન 25 થી 40 હજારની વચ્ચે નવા કોરોના પોઝિટિવ કેસો સામે આવી રહ્યાં છે. જો લોકો કોવિડ ગાઈડલાઈન્સનું પાલન કરશે તો સંક્રમિતોની સંખ્યા ધીમે-ધીમે ઓછી થતી રહેશે. દેશમાં કોરોના ક્યારેય ખતમ નહીં થાય, પરંતુ જે પ્રકારે વૅક્સિનેશન અભિયાન વેગ પકડી રહ્યું છે, તેને જોતા કોરોના હવે મહામારી બનીને મોટા પાયે ફેલાય તેવી શક્યતા ઘણી જ ઓછી છે. દેશમાં કોરોના મહામારીની ત્રીજી લહેરનો ખતરો ટળી ગયો છે.'

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch