Sat,27 April 2024,1:10 am
Print
header

Corona virus: ગભરાશો નહીં- Black Fungus જેટલી ખતરનાક નથી White Fungus, રાખો આ સાવધાની

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસ બાદ બ્લેક ફંગસની સાથે વ્હાઇટ ફંગસ પણ ડરનો માહોલ પેદા કરી રહી છે.બ્લેક ફંગસને લઈને કેન્દ્ર સરકારે ગાઇડલાઇન જાહેર કરી છે. ગુજરાત, રાજસ્થાન સહિત અનેક રાજ્યોએ બ્લેક ફંગસ બિમારીને મહામારી જાહેર કરી છે ત્યારે હવે વ્હાઇટ ફંગસ જોવા મળતાં કોરોનાથી સંક્રમિત લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. પરંતુ દિલ્હીની એલએનજેપી હોસ્પિટલના એમડી ડો.સુરેશ કુમારના કહેવા મુજબ વ્હાઇટ ફંગસ, બ્લેક ફંગસથી ઓછી ખતરનાક છે.

તેમણે જણાવ્યું કે, વ્હાઇટ ફંગસ બ્લેક ફંગસ જેટલી ખતરનાક નથી. તેની ઝપેટમાં આવ્યાં બાદ ઠીક થવામાં એકથી દોઢ મહિના જેટલો સમય લાગે છે. તેનાથી બચવું જરૂરી છે માટે તમે ડોક્ટરની સલાહ વગર કોવિડ-19ની સારવાર માટે સ્ટીરોયડ ન લો.

નવી ફંગસથી બચવા અંગે જણાવતા તેમણે કહ્યું આ ફંગસ સામાન્ય રીતે નરમ જગ્યા પર ઉગે છે. તેથી તમારી આસપાસ નિયમિત રીતે સફાઈ થાય તે સુનિશ્ચિત કરો.અનેક દિવસો સુધી જંકફૂડ કે ફ્રોઝન ફૂડ ખાવાથી બચો. તાજા ફળો ખાવો અને ઘરમાં તડકો આવવા દો અને રોજ માસ્ક પહેરો તથા હાથ નિયમિત રીતે ધોવો.

ઓક્સિજન સપોર્ટ પર રહેલા દર્દીઓ વ્હાઈટ ફંગસની ચપેટમાં આવી શકે છે. જે તેમના ફેફસાને સંક્રમિત કરી શકે છે આ ફંગસને કારણે રોગ પ્રતિકારક શક્તિ પણ ઓછી થઈ જાય છે.સિવાય ડાયાબિટિસ હોવાના કારણે અથવા તો લાંબા સમયથી સ્ટેરોઈડ લેતા હોય તેવા દર્દીઓને પણ ફંગસ લાગી શકે છે તેમણે એમ પણ કહ્યું કે, ફંગસથી ગભરાવાવની જરૂર નથી પરંતુ સાવચેત રહેવાની જરૂર છે. બ્લેક હોય કે વ્હાઇટ ફંગસ પ્રારંભિક સ્ટેજમાં સારવાર કરાવવાથી દર્દી સંપૂર્ણ સ્વસ્થ થઈ જાય છે. જો કે તમારે કોઇ પણ બિમારીમાં ડોક્ટરની સલાહ મુજબ જ દવાઓ લેવી જોઇએ.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch