Fri,26 April 2024,2:51 pm
Print
header

Corona virus: દેશમાં સતત ત્રીજા દિવસે 3 લાખથી ઓછા કેસ નોંધાયા, મૃત્યુઆંક યથાવત

નવી દિલ્હીઃ દેશમાં સતત ત્રીજા દિવસે કોરોના સંક્રમિતોની સંખ્યાનો આંકડો ત્રણ લાખથી ઓછો રહ્યો છે. જ્યારે મોતના આંકડામાં કોઈ ખાસ ઘટાડો થયો નથી. છેલ્લા 24 કલાકમાં દેશમાં 2,67,122 નવા કોવિડના કેસ સામે આવ્યા છે, જ્યારે 3912 લોકોએ જીવ ગુમાવ્યો છે.

દેશમાં સૌથી વધુ કેસ 6 મેના રોજ નોંધાયા હતા. તે પછી સતત કોરોના કેસોમાં ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા 12 દિવસથી દેશમાં કેસ ઘટી રહ્યાં હોવા છતાં સંક્રમિતોના દૈનિક આકંડામાં હજુ પણ નંબર વન છે. દેશમાં 18 મેના રોજ 4329 લોકોને કોરોના ભરખી ગયો છે. જે અત્યાર સુધીનો દૈનિક સર્વોચ્ચ મરણાંક છે. દેશના આઠ રાજ્યોમાં એક લાખથી વધુ કેસ છે જેમાં કર્ણાટક, મહારાષ્ટ્ર, કેરળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળનો સમાવેશ થાય છે. જ્યારે ગુજરાત સહિત 10 રાજ્યોમાં 50 હજારથી 1 લાખ એક્ટિવ કેસ છે 18 રાજ્યોમાં 50 હજારથી ઓછા એક્ટિવ કેસ છે. દેશમાં કેસનો પોઝિટિવ  રેટ 14.10 ટકા છે. 3 મેના રોજ રિકવરી રેટ 81.7 ટકા હતો, જે વધીને 85.6 ટકા પર પહોંચ્યો છે 199 જિલ્લાઓમાં કેસમાં ઘટાડો થયો છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch