Fri,26 April 2024,3:24 pm
Print
header

દેશમાં કોરોનાના ઘટતાં કેસ વચ્ચે સતત બીજા દિવસે 4100થી વધુ મોત નોંધાતા ભયનો માહોલ

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના કેસનું કિડિયારી ઉભરાયું છે. ભારતમાં કોરોના મહામારીએ ભારે તાંડવ મચાવ્યું છે બેકાબૂ બનેલી કોરોનાની લહેર અટકવાનું નામ જ નથી લઈ રહી. સતત બીજા દિવેસ 4100થી વધુ લોકોનાં મોત થયા છે. ગઈકાલે દેશમાં સર્વોચ્ચ 4205 લોકોને કોરોના ભરખી ગયો હતો. દેશમાં છેલ્લા ત્રણ દિવસથી કેસ ઘટી રહ્યાં છે તેની સામે સાજા થવાનો દર વધી રહ્યો છે.

ICMR ના જણાવ્યાં મુજબ દેશમાં અત્યાર સુધીમાં 30,94,48,585 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યાં છે જેમાંથી 12 મે ના રોજ 18,64,594 સેમ્પલ ટેસ્ટ કરાયા હતા. મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, કેરળ, રાજસ્થાન, કર્ણાટક, છત્તીસગઢ, ગુજરાત, ઓડિશા અને તમિલનાડુમાં એક લાખથી વધુ એક્ટિવ કેસ છે. ભારતમાં કોવિડ-19ના દૈનિક કેસમાંથી 82 ટકાથી વધુ કેસ મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, દિલ્હી, મધ્ય પ્રદેશ, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, ગુજરાત, પશ્ચિમ બંગાળ અને રાજસ્થાનમાં છે. ગત મહિને દેશમાં 45 હજારથી વધુ લોકોના મોત થયા હતા.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch