(હાથ પર કાળી પટ્ટી બાંધી પ્રેસ કોન્ફરન્સ કરતાં રાહુલ ગાંધી)
રાહુલ ગાંધીએ મોદી સરકારને લીધી આડે હાથ
અમે મોંઘવારી, બેરોજગારીનો મુદ્દો બનાવવા માંગીએ છીએ
સંસદમાં મુદ્દો ઉઠાવવા પર ધરપકડ કરવામાં આવે છે
દેશમાં ઈડીનો આતંકઃ અશોક ગેહલોત
નવી દિલ્હીઃ કોંગ્રેસ દ્વારા મોંઘવારી અને દૈનિક વપરાશની વસ્તુઓની કિંમતને લઈને દેશભરમાં વિરોધ પ્રદર્શન કરવાનો નિર્ણય કરાયો છે. ઈડીએ નેશનલ હેરાલ્ડ મામલે તપાસ વેગીલી બનાવી છે તેવા સમયે કોંગ્રેસે હલ્લાબોલ કર્યું છે. આજે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરી. જેમાં તેમણે મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યાં. દેશમાં ચાર લોકોની તાનાશાહી છે. સંસદમાં અમને બોલતાં અટકાવવામાં આવે છે, સંસદમાં મુદ્દો ઉઠાવવા પર ધરપકડ કરવામાં આવે છે. અમે મોંઘવારી, બેરોજગારીનો મુદ્દો બનાવવા માંગીએ છીએ.
70 વર્ષમાં દેશ બન્યો અને આ લોકોએ 8 વર્ષમાં તેને ખતમ કરી નાખ્યો. રોજ લોકતંત્રની હત્યા થઈ રહી છે, દેશમાં આજે લોકતંત્ર નથી રહ્યું. મોંઘવારી પર વાત કરનારું કોઈ નથી. સંસદ ચાલી રહી છે અને ઈડી મલ્લિકાર્જુનને ઉપાડી જાય છે. અશોક ગેહલોતે કહ્યું, દેશમાં ઈડીનો આતંક છે. લોકોને મોંઘવારીનો અનુભવ થઈ રહ્યો છે.
રાહુલ ગાંધીએ ગઇકાલે કહ્યું હતુ કે હું પ્રધાનમંત્રીથી ડરતો નથી, તેમને જે કરવું હોય તે કરે, રાહુલ અને સોનિયાની ઇડીએ પૂછપરછ કર્યાં બાદ કોંગ્રેસ હવે આક્રમક બની ગઇ છે.
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
રાજ્યમાં આગામી 24 કલાક ભારે વરસાદની આગાહી, જાણો- કયા વિસ્તારોમાં પડી શકે છે વરસાદ-Gujaratpost
2022-08-09 17:50:46
બિહારના રાજકારણના મોટા સમાચાર, નીતિશ કુમારે CM પદ પરથી આપી દીધું રાજીનામું- Gujarat
2022-08-09 17:47:01
રાજકોટ: સોની બજારમાં ભીષણ આગ, અનેક ફાયર ફાઈટર ઘટના સ્થળે-Gujaratpost
2022-08-09 17:42:59
સૌરાષ્ટ્ર કોંગ્રેસના 6 ધારાસભ્યો ટિકિટની ગેરંટી સાથે ધારણ કરી શકે છે કેસરિયો– Gujarat Post
2022-08-09 10:54:56
મોરબીના ક્વોટન સીરામીક ગ્રુપ પર ITના દરોડા, 25 સ્થળોએ એક સાથે તપાસ– Gujarat Post
2022-08-09 09:43:03
બિહારમાં તૂટી શકે છે ભાજપ અને જેડીયુનું ગઠબંધન, નીતીશ કુમારે બોલાવી બેઠક- Gujaratpost
2022-08-08 21:33:15
વેંકૈયા નાયડુની વિદાય પર પીએમ મોદીએ કહી આ મોટી વાતો– Gujarat Post
2022-08-08 12:02:19
શ્રીકાંત ત્યાગી સામે મોટી કાર્યવાહી, મકાનમાં ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફર્યું – Gujarat Post
2022-08-08 11:54:16
HDFC એ ત્રણ મહિનામાં છઠ્ઠી વખત હોમ લોનના રેટનો કર્યો વધારો, લેટેસ્ટ રેટ કરો ચેક ? - Gujarat Post
2022-08-09 09:39:53