Fri,26 April 2024,11:05 am
Print
header

ભાજપને ફાયદો થાય તેવી વાત કોંગ્રેસ નેતા દિગ્વિજયસિંહે કરી, સત્તા મળશે તો કાશ્મીરમાંથી 370 દૂર કરવા વિચારણા

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાંથી ધારા 370 હટાવ્યાં પછી ભાજપ અને મોદી સરકારે વાહવાહી મેળવી હતી અને મોટી વોટબેંક પણ તેના કારણે ઉભી થઇ કહી શકાય, જો કે કોંગ્રેસના સિનિયર નેતા દિગ્વિજયસિંહે ફરીથી એવું કામ કર્યું છે જેનાથી આડકતરી રીતે ભાજપને ફાયદો થઇ શક છે દિગ્વિજયસિંહ પોતાના વિવાદીત નિવેદનોને લઈને હંમેશા ચર્ચામાં રહેતા હોય છે. આ વખતે તેઓ જમ્મુ કાશ્મીર પર નિવેદનને લઈને ફસાયા પણ છે.  

ભાજપ એવો દાવો કરી રહ્યુ છે કે, દિગ્વિસિંહે ક્લબ હાઉસ પર ચેટ દરમિયાન કહ્યું કોંગ્રેસ સત્તામાં આવશે તો જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 મામલે ફરી વિચારણા કરશે. સોશિયલ મીડિયા પર હાલ આ મુદ્દો ગરમાયેલો છે. ત્યારે ઘણા સમયથી કોરોનાને લઇને જેની ટીકા થતી હતી તે મોદી સરકારને મોટો મુદ્દો મળી ગયો છે. આ બાબતને લઈને ભાજપ એક્ટિવ થયુ છે અને રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યુ કે શું કોંગ્રેસનું પણ આ જ સ્ટેન્ડ છે ? રાહુલ ગાંધીએ જલ્દી આ બાબતે સ્પષ્ટતા કરવી જોઈએ.

દિગ્વિજયના આ વિચારો મામલે નેશનલ કોન્ફ્રેન્સના પ્રમુખ ફારૂક અબ્દુલાએ દિગ્વિજય સિંહનો આભાર માન્યો છે અને ફરીથી મોદી વિરોધી વલણ સ્પષ્ટ કર્યું છે. ફારૂક અબ્દુલાએ કહ્યું કે, હું દિગ્વિજયનો ખૂબ આભારી છું, તેમણે લોકોની ભાવનાને વાચા આપી છે. હું દિલથી તેમની આ વાતનું સ્વાગત કરૂ છું. સાથે જ આશા રાખુ છુ કે, સરકાર આ અંગે ફરીથી વિચાર કરશે.

જમ્મુ કાશ્મીરમાં આર્ટિકલ 370નો મુદ્દો ખૂબ જ સંવેદનશીલ છે. એટલા માટે વિપક્ષી પાર્ટીના નેતા નિવેદનો આપવાથી ભાગી રહ્યાં છે. દિગ્વિજયસિંહની ક્લબ હાઉસ પર ચેટમાં એક પાકિસ્તાની પત્રકાર પણ શામેલ હતા. ત્યારે આવા સમયે ભાજપને પ્રહાર કરવાનો વધુ એક મોકો મળી આવ્યો છે. અગાઉ પણ કોંગ્રેસ નેતાઓના વિવાદિત નિવેદનોને લઇને ભાજપને ફાયદો થયો હોય તેવી અનેક બનાવો છે અને હવે ફરીથી કાશ્મીરના સંવેદનશીલ મુદ્દે કોંગ્રેસ ફસાઇ છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch