Fri,26 April 2024,11:05 pm
Print
header

શું ચીનમાં ફરી તબાહી મચાવશે કોરોના ? શાંઘાઈમાં લોકડાઉન દરમિયાન પ્રથમ મોત- Gujarat Post

(તસવીર સૌજન્યઃ પીટીઆઈ)

લોકડાઉનને કારણે 2.5 કરોડ લોકો ઘરમાં કેદ

છેલ્લા 24 કલાકમાં લગભગ 22 હજાર કેસ નોંધાયા

મોટી સંખ્યામાં ટેસ્ટિંગ અને રસિકરણ કરવા છતાં કોરોના પર કાબૂ મેળવી શકાયો નથી

શાંઘાઈઃ ફરીથી ચીનમાં કોરોના સતત તબાહી મચાવી રહ્યો છે. શાંઘાઈ શહેરમાં લોકડાઉન દરમિયાન પ્રથમ મૃત્યુ થયું છે. લોકડાઉનને કારણે અહીં લગભગ 2.5 કરોડ લોકોને તેમના ઘરોમાં કેદ રહેવાની ફરજ પડી છે. ચીનના આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં અનુસાર છેલ્લા 24 કલાકમાં અહીં લગભગ 22 હજાર નવા કેસ નોંધાયા છે. આ પહેલા શનિવારે શાંઘાઈ શહેરમાં 21,582 કેસ નોંધાયા હતા. શુક્રવારે કોવિડ ચેપના 23,000 નવા કેસ નોંધાયા હતા. ગુરુવારે આ સંખ્યા 27,000 હતી. મહામારીની શરૂઆતથી વુહાન પછી કોવિડથી સૌથી વધુ પ્રભાવિત શહેર શાંઘાઈ છે. જે રીતે કેસ આવી રહ્યાં છે તે જોતા લાગે છે કે આવનારા દિવસોમાં કોરોના ફરીથી ચીનમાં તબાહી મચાવી શકે છે.

વોલ સ્ટ્રીટ જર્નલ, કેક્સિન અને અન્ય સ્થાનિક મીડિયા અનુસાર, ઓમિક્રોન વેરિઅન્ટને કારણે શાંઘાઈમાં ત્રણ વૃદ્ધ લોકો મૃત્યું પામ્યાં છે. જો કે અત્યાર સુધી કોઈ સત્તાવાર મૃત્યુંની જાણ થઈ નથી. આ તમામની ઉંમર 89 થી 91 વર્ષની હોવાનું જાણવા મળી રહ્યું છે. શાંઘાઈમાં 2.5 કરોડ  લોકોને તેમના ઘરોમાં કેદ રહેવાની ફરજ પડી છે. મોટી સંખ્યામાં ટેસ્ટિંગ કરવા છતાં કોરોના પર કાબૂ મેળવી શકાયો નથી.

ચીનમાં વુહાન પછી શાંઘાઈમાં સૌથી વધુ કોરોના ફેલાયો છે. શાંઘાઈ મ્યુનિસિપલ હેલ્થ કમિશનના જણાવ્યાં અનુસાર, ઓમિક્રોન વેરિઅન્ટનો ચેપ વધી રહ્યો છે, જે નવજાતથી લઈને તમામ વયના લોકોને ચેપ લગાડે છે. હાલમાં ચીનના 100 માંથી 87 શહેરોમાં લોકડાઉન અથવા ક્વોરેન્ટાઈનના કડક નિયમો અમલમાં છે.તેની અસર ચીનની અર્થવ્યવસ્થાની સાથે વૈશ્વિક સપ્લાય ચેઈન પર પડી રહી છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch