Fri,26 April 2024,6:33 pm
Print
header

ચીન સરહદ પર વધી રહેલા તણાવને લઇને ભારત સજ્જ, કોઇ પણ પડકારોને પહોંચી વળવા તૈયાર

નવી દિલ્હીઃ ચીન સરહદ પર સતત વધી રહેલા તણાવ બાદ ભારતે  ચીનને જડબાતોડ જવાબ આપવા માટેની તૈયારી શરુ કરી છે. જેમા ચીનની દરેક રાજકીય ચાલને નિષ્ફળ બનાવવા માટે  યોજના બનાવવામાં આવી છે. ભારતીય સેનાને  સીમા પર નિર્માણના કામોને ચાલુ રાખવા માટે નિર્દેશ આપવામાં આવ્યાં છે. ભારત-ચીનની સરહદ પર ચીનની સેનાની વધી રહેલી ગતિવીધિઓ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ  મંગળવારે સેના અધિકારીઓ સાથે બેઠક કરીને સ્થિતિની સમીક્ષા કરી હતી. જેમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર, અજીત ડોભાલ, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત,  તેમજ સેનાના ત્રણેય પાંખોના વડા હાજર રહ્યાં હતા.

પ્રધાનમંત્રીએ જે રીતે સુરક્ષા સંદર્ભમાં બેઠક બોલાવી છે તેનાથી એક વાત સ્પષ્ટ છે કે  સેના દ્વારા દબાણ  બનાવવાની ચીનની રણનીતિને સફળ  થવા દેવામાં નહી આવે. ત્યારે આગામી રણનીતિ પણ આ બેઠકમાં નક્કી કરવામાં આવી છે. જ્યારે લદાખ સીમા પર  ભારત અને ચીન પર ચીનના સૈનિકોની ઉપસ્થિતિ વધી રહી છે. હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં પણ સેનાની ગતિવિધી વધારી રહ્યું છે. નોંધનિય છે કે છેલ્લા ઘણા દિવસોથી સરહદે બંને દેશો વચ્ચે તનાવ વધી રહ્યો છે, બંને દેશના સૈનિકો વચ્ચે મારામારી પણ થઇ હતી.

વધુ સમાચારો માટે અમારા Facebook પેજને Like કરો

Facebook પેજની લિંક

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો..

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch